કચ્છ /
એકતરફા પ્રેમનો વધુ એક શરમજનક કિસ્સો, વિધર્મી યુવકે છઠ્ઠા ધોરણમાં ભણતી દીકરી સાથે શાળામાં જઈ કરી જબરદસ્તી
Team VTV11:41 AM, 23 Feb 22
| Updated: 12:19 PM, 23 Feb 22
એક તરફ સુરતમાં એકતરફી પ્રેમમાં અંધ બનેલા યુવકની હત્યા કર્યા હોવાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી. ત્યારે કચ્છમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે
સુરત બાદ હવે કચ્છમાં એક તરફી પ્રેમનો કિસ્સો
યુવકે શાળામાં પ્રવેશી જબરદસ્તી ઉજવ્યો બર્થ-ડે
સગીરાને પરાણે બર્થ-ડે ગિફ્ટ આપી
કચ્છના રાપરની સલારી નાકા પ્રાથમિક શાળામાં ઘૂસેલા એક તરફી પ્રેમમાં પાગલ વિદ્યર્મી યુવકે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે પરાણે બર્થ-ડે માનવ્યો હતો. યુવકે શિક્ષકો અને બાળકોની સામે જ સગીર વિદ્યાર્થીની હાથ પકડી બળજબરીથી સેલ્ફી લીધી હતી. બાદમાં જબરજસ્તીથી વિદ્યાર્થીની ચોકલેટ પણ ખવડાવી હતી. વિદ્યાર્થીની સાથે એકા એક થયેલા બેહૂદા વર્તનથી ગભરાયેલી બનેલી વિદ્યાર્થિનીએ માતાને વાત કહેતાં સઘળી હકીકતો બહાર આવી છે.
સુરત બાદ હવે કચ્છના રાપરમાં એકતરફી પ્રેમનો કિસ્સો
કચ્છના રાપરની સલારી નાકા પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા અભ્યાસ અર્થે આવી હતી.દરમિયાન એક યુવક લાંબા સમયથી સગીરાની પાછળ એકતરફી પ્રેમમાં પાગલ થયો હતો. જ્યારે વિધર્મી યુવકને જાણ થઈ કે, આજે સગીર વિદ્યાર્થીનીનો જન્મ દિવસ છે. જેના પગલે તે યુવક શાળામાં ઘૂસી આવ્યો હતો અને વિદ્યાર્થીનીને બળજબરી પૂર્વક ‘આઇ લવ યુ’ લખેલી ગિફ્ટ સગીરાના હાથમાં પરાણે પકડાવી હતી.આ વાત અહીંથી જ નથી અટકતી વિધર્મી યુવકે બાળકોની વચ્ચે અને હાજર શિક્ષકની સામે જ સગીરાનો હાથ જબરજસ્તી પકડીને સેલ્ફી લીધી હતી તેની સાથે ચોકલેટ ખવરાવી હતી.
આ મામલે શાળાના શિક્ષકોએ ભીનુ સંકેલવાનો પ્રયાસ કર્યો હતો
બીજી તરફ આ મામલે સંચાલકો દ્વારા કાયદેસર ફરિયાદ કરવાનું તો દૂર રહ્યું પણ એસએમસીને પણ જાણ કરી ન હતી. આમ સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયાસ થયા હતા. જોકે કેટલાક વાલીઓના જણાવ્યા મુજબ સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે.
Vtvના સળગતા સવાલ
- ગુજરાતમાં બહેન,દીકરીઓની સુરક્ષાના દાવાનું શું થયું?
- ગુજરાતમાં રોમિયોગીરી પર ક્યારે લાગશે અંકૂશ?
- સ્કૂલમાં યુવકને કેમ પ્રવેશવા દેવામાં આવ્યો?
- વિધર્મી યુવકે વિદ્યાર્થિનીનો બળજબરી બર્થ-ડે ઉજવ્યો તો સ્ટાફ ક્યાં હતો?
- શિક્ષક અને સ્કૂલ સંચાલકો મૌન કેમ રહ્યા?
- શું હવે સ્કૂલમાં પણ વિદ્યાર્થિનીઓ સુરક્ષિત નથી?
- યુવકે વિદ્યાર્થિની સાથે ફોટોગ્રાફ પાડ્યા ત્યારે શિક્ષકો શું કરી રહ્યા હતા?
- મામલો સામે આવ્યા બાદ કેમ દબાવવામાં આવ્યો?
- સગીર સાથે આ પ્રકારનું વર્તન કરી રહેલા યુવકને શિક્ષકોએ અટકાવ્યો કેમ નહીં?
- અત્યાર સુધી સ્કૂલ સંચાલકોએ પોલીસને જાણ કેમ નથી કરી?
- પોલીસ આ મામલે વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ ક્યારે નોંધશે?