સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. વડોદરામાં આવેલી એમ.એસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતી નમાઝ પઢી રહી હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વીડિયોની VTV ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.
વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી એક વિવાદ સામે આવ્યો
સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતી નમાઝ પઢતી જોવા મળી
થોડાક સમય પહેલા જ સંસ્કૃત ફેકલ્ટીનો વીડિયો થયો હતો વાયરલ
વડોદરામાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક યુવતી નમાઝ પઢી રહી હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટનો છે. જેમાં એક યુવતી નમાઝ પઢતી જોવા મળી રહી છે. જોકે, આ વીડિયોની VTV ન્યૂઝ પુષ્ટિ કરતું નથી..
સેનેટ મેમ્બરે ફેકલ્ટીના ડીનને કરી ઉગ્ર રજૂઆત
આ વાયરલ વીડિયો મામલે સેનેટ મેમ્બર દ્વારા ફેકલ્ટીના ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા સંસ્કૃત ફેકલ્ટીનો વીડિયો વાયરલ થયો હતો. એમ.એસ યુનિવર્સિટીમાં સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર જાહેરમાં બે લોકો નમાઝ પઢી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.
VHP બન્યું હતું ઉગ્ર
જેથી આ બનાવ અંગે VHP (વિશ્વ હિન્દુ પરિષદ) ઉગ્ર બન્યું હતું અને તપાસની માંગ કરી હતી. યુનિવર્સિટીમાં આવું પ્રથમ વખત બન્યું હતું જ્યારે કોઈએ જાહેરમાં નમાઝ પઢી હોય. આ બનાવને પગલે શહેરમાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.
સળગતા સવાલ
વારંવાર MS યુનિવર્સિટી કેમ વિવાદમાં?
યુનિવર્સિટીમાં કેમ વારંવાર નમાઝ નું પઠન?
શું જાણી જોઈને આ વિવાદ કરાય છે?
આવી ઘટનાઓ રોકવા માટે યુનિવર્સિટી તંત્ર કેમ નિષ્ફળ?