રાજ્યમાં હાલ ગરમી અને ઠંડીનો સાથે અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈ વધુ એક આગાહી કરી છે કે, રાજ્યમાં બે દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે
હવામાન વિભાગની ઠંડીને લઈ વધુ એક આગાહી
48 કલાક પછી ગુજરાતમાં વધશે ઠંડીનો ચમકારો
વેસ્ટર્ન ડિસ્ટર્બન સક્રિય થતા વધશે ઠંડી
ગુજરાતમાં અત્યારે સવારના સમયગાળામાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. જોકે, દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો રાતે વળી વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. આમ અત્યારે તો ડબલ ઋતુનું અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન રાજ્યમાં હવામાનને લઈને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. આગાહી મુજબ વળી એકવાર રાજ્યમાં ઠંડીનો ચમકારો આવશે.
પ્રતિકાત્મક તસવીર
હવામાન વિભાગની વધુ એક આગાહી
હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં બે દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન સક્રિય થશે. 48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. વર્તમાનનમાં તાપમાન ઉંચુ રહેવાથી બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી સમયમાં વાતાવરણ સૂકું રહેશે.
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો અનુભવ
આજે વહેલી સવારે અમદાવાદમાં ઠંડીની તીવ્રતામાં સહેજ વૃદ્ધિ થઈ છે. પવનની ગતિ વધુ હોવાથી વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો છે. 24 કલાકમાં અમદાવાદમાં તાપમાન ઘટ્યું છે. આજે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ છે.
હવામાન નિષ્ણાતોની આગાહી
રાજ્યમાં આ મહિનાના અંત સુધીમાં ઠંડીના વધતા-ઓછા ચમકારા અનુભવાશે તેવી હવામાન નિષ્ણાતોની આગાહી છે. કેટલાક હવામાન નિષ્ણાતોએ તો ઠંડીના નવા રાઉન્ડ ઉપરાંત કમોસમી વરસાદની પણ શક્યતા દર્શાવી છે. બીજા અર્થમાં આ વખતે શિયાળો લાંબા સમય સુધી રહેવાનો છે. સામાન્ય રીતે મહાશિવરાત્રી પછી ગરમીનો પારો ઊંચકાય છે. આગામી તા.18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી છે, પરંતુ મહાશિવરાત્રીના પાવન પર્વ બાદ પણ ઠંડીની અસર રહે તેમ હવામાન વિભાગની આગાહી જોતાં લાગે છે.