બ્રેકિંગ ન્યુઝ
Shyam
Last Updated: 11:43 PM, 23 May 2021
ADVERTISEMENT
ગુજરાત સહિત દેશમાં મ્યુકર્માઈકોસિસના કેસો વધી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત અને દેશના અન્ય રાજયો માટે સરકારે 6 લાખ ઇન્જેક્શન ઈમ્પોર્ટ કરવાનું નક્કી કર્યું છે. જે 10 દિવસમાં આવી જશે તેવો દાવો ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કર્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા બે દિવસથી ભાવનગર જિલ્લાના પ્રવાસે છે.
ગ્રામ્ય વિસ્તારમાં અસરગ્રસ્તોને મળ્યા હતા. તેમજ કેટલાક પોર્ટને નુકસાન થયું છે. તેવા સ્થળની પણ મુલાકાત કરી હતી. અને જે પરિવારના વાવાઝોડાના કારણે મોત થયા છે. તેમની પણ મુલાકાત લીધી હતી. મનસુખ માંડવીયાએ આજે બપોરબાદ સિવિલ હોસ્પિટલની મુલાકત લીધી હતી.
ADVERTISEMENT
મુલાકાત બાદ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. આ બેઠકમાં કલેકટર, કમિશનર, ડીડીઓ સિવિલ સર્જન અને મેડિકલ કોલેજના ડીન હાજર રહયા હતા. આજે કેન્દ્રીય મંત્રીની અધિકારીઓ સાથે ખાનગી બેઠક ચાલુ હતી. ત્યારે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગળિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ આવી પહોંચ્યા હતા. પરંતુ તેમને પ્રવેશ અપાયો નહોતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, તેમની ગ્રાન્ટમાંથી ભાવનગર હોસ્પિટલમાં મ્યુકર્માઈકોસિસની સર્જરી માટે સાધનો વસાવવા 75 લાખની ગ્રાન્ટ ફાળવી છે.
The existing pharma companies have already started ramping up the production.
— Mansukh Mandaviya (@mansukhmandviya) May 20, 2021
Indian Companies have also placed orders for importing 6 lakh vials of #AmphotericinB.
We are leaving no stone unturned to smoothen the situation. (2/2)#IndiaFightsCorona
20 મેના દિવસે શું કર્યો હતો દાવો
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 20 મેના દિવસે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, મ્યુકર્માઇકોસિસની દવાની અછત ટુંક સમયમાં જ દુર કરવાનો દાવો કર્યો છે. અંદાજે 3 દિવસની અંદર જ મ્યુકર્માઇકોસિસની દવાની અછત દૂર કરાશે. Tweet કરીને જણાવ્યું કે, દવા બનાવતી વધુ 5 કંપનીઓને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. જે કંપનીઓ દવા બનાવે છે તેઓ ઉત્પાદન વધારી રહ્યાં છે. ભારતની કંપનીઓએ એમ્ફોટેરિસીન-Bના 6 લાખ વાઇલને આયાત કરવાનો ઓર્ડર પણ આપ્યો છે. હવેથી દેશમાં કુલ 11 કંપનીઓ એમ્ફોટેરિસીન-Bનું ઉત્પાદન કરશે. એમ્ફોટેરિસીન-B મ્યુકર્માઇકોસિસના સારવાર માટે ઉપયોગી છે.
Black Fungus (Mucormycosis) curing drug #AmphotericinB 's shortage will be resolved soon!
— Mansukh Mandaviya (@mansukhmandviya) May 20, 2021
Within three days, 5 more Pharma companies have got New Drug Approval for producing it in India, in addition to the existing 6 pharma companies. (1/2) pic.twitter.com/hm9KiZgxr4
શું છે આ મ્યુકર્માઇકોસિસ રોગ
જવલ્લે જ જોવા મળતો મ્યુકર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.
મ્યુકર્માઇકોસિસ રોગના લક્ષણો
કેવી રીતે આ રોગથી બચી શકાય છે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.