બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:43 PM, 12 July 2024
અમદાવાદ જિલ્લામાંથી વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઇ..અનન્યા હોસ્પિટલમાં બોગસ ડૉક્ટર બનેલા મેહુલ ચાવડાની જ વધુ એક હોસ્પિટલ સીલ કરવામાં આવી.. મોરૈયા ખાતે શેડ ઉભો કરીને જનરલ હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી. જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી છે. આ હોસ્પિટલમાંથી મેડિકલ વેસ્ટ પણ મળી આવ્યો છે.
ADVERTISEMENT
અગાઉ અનન્યા નામની હોસ્પિટલ સીલ કરાઇ હતી
આ અગાઉ અમદાવાદ જિલ્લામાંથી આ જ શખ્સ મેહુલ ચાવડાની નકલી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ પકડાઈ હતી.. બાવળાના કેરાલા ગામે 2 દુકાનમાં અનન્યા નામની હોસ્પિટલ ચાલી રહી હતી. આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક સગીરાનું મોત થયું હતું. સગીરાના મોત બાદ વાયરલ થયેલા વીડિયોથી તપાસ કરતા હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો. હોસ્પિટલમાં ઓર્થો, ગાયનેક, સર્જરી સહિત નવ વિભાગ ધમધમતા હતા. 2 મહિનાથી હોસ્પિટલ ચાલતી હોવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગના ધ્યાનમાં ન આવ્યું, ન તો કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
બાવળાના કેરાલા ગામની અનન્યા હોસ્પિટલમાં CDHOએ રેડ પાડી હતી અને નકલી હોસ્પિટલને સીલ કરી દીધી હતી.. અને તે સમયે જ બોગસ ડોક્ટર મેહુલ ચાવડાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને હવે તેની બીજી બોગસ હોસ્પિટલ પણ સીલ કરી દેવાઇ છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.