બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Another boat mishap in Bihar: Sand-laden canoe sinks near bridge in Ganga, 5 missing

દુર્ઘટના / બિહારમાં ફરી બોટ દુર્ઘટના: ગંગામાં બ્રિજ સાથે રેત ભરેલી નાવડી ડૂબી, 5 લોકો ગુમ

Dhruv

Last Updated: 02:13 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમા વહેલી સવારે જેપી સેતુ પુલ સાથે રેતી ભરેલ બોટ ટકરાતા બોટ પર સવાર 13 લોકોમાંથી 8 લોકોને બચાવી લેવામાં આવ્યા. જ્યારે 5 લોકોને શોધવાની કામગીરી ચાલુ.

  • બિહારની રાજધાની પટનાનાં દીધા પોલીસ સ્ટેશન વિસ્તારની ધટના
  • જેપી સેતુ પુલના પિલ્લર સાથે બોટ ટકરાઈ
  • બોટમાં 13 મજૂરો સવાર હતા
  • 5 લોકોની હજુ ભાળ મળી નથી

 બિહારની રાજધાની પટનાનાં દીધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેપી સેતુ પુલના પિલ્લર નં. 12 સાથે રેતી ભરેલ બોટ ટકરાતા બોટ નદીમાં ડૂબી ગઈ હતી.  મનેર થી આવી રહેલી બોટ પર 13 મજૂરો સવાર હતા. દુર્ઘટના બાદ બે લોકો તરીને બહાર નિકળી ગયા હતા.  જ્યારે 6 લોકોને છઠ ધાટની સાફસફાઈ કરી રહેલ લોકોને સ્ટીમરની મદદથી બચાવી લીધા હતા. જ્યારે હજુ પણ 5 લોકોની કોઈ ભાળ મળી નથી. જેઓને શોધવાની કામગીરી હાલ ચાલુ છે.

બુધવારે પણ એક બોટ પીલ્લર સાથે ટકરાઈ હતી
ગુમ થયેલ લોકોમાં ભગવાનસિંહના પિતા ભુવનેશ્રરસિંહ, કૈલાશ રાયના પિતા સૂરજ રાય, ભૂલેટોન રાયના પિતા રામબાલક રાય, ધર્મેન્દ્ર રાયના પિતા ભાંહી રાય અને પપ્પુ રાયના પિતા મુની રાયની શોધખોળ ચાલુ છે. આ દુર્ઘટના રવિવારે સવારે 8 વાગ્યા આસપાસ બની હતી.  ત્યારે બુધવારે પણ દીધા પુલના પિલર સાથે એક  બોટ ટકરાતા પલ્ટી ખાઈ ગઈ હતી. જે બોટમાં 9 લોકો બેઠેલા હતા. જેઓને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે હજુ પણ 2 લોકો લાપતા છે. જેઓની શોધખોળ ચાલુ છે.

કટિહાર બોટ દુર્ધટનામાં 8 લોકોનાં મોત નિપજ્યા હતા
16 ઓક્ટોમ્બરના રોજ કટિહાર જીલ્લામાં પણ મોટી દુર્ઘટના  બની હતી. બ્રાંડ નદીમાં નાવ ડૂબવાના કારણે 7 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ લોકોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. તેમજ પૂર્વી ચંપારણ જીલ્લામાં એક અઠવાડિયા પહેલા ગંડક નદીમાં એક નાની બોટ ડૂબી જવાથી એક મહિલાનું મૃત્યું થયું હતું. જ્યારે 9 લોકોને રેસ્ક્યું કરીને બચાવી લેવામાં આવ્યા હતા. બોટમાં સવાર તમામ લોકો કામ પર જતા હોવાનું જાણવા મળ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Boat Accident missing patana Boat Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ