Another blow to the BJP in Maharashtra, the veteran leader resigned
ના'રાજીનામું' /
મહારાષ્ટ્રમાં ભાજપને પડ્યો વધુ એક ફટકો, આ દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું
Team VTV04:04 PM, 17 Nov 20
| Updated: 04:15 PM, 17 Nov 20
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા જયસિંગરાવ ગાયકવાડે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે હું પાર્ટીમાં કામ કરવા માંગતો હતો. પરંતુ ઘણા લાંબા સમયથી મને કોઈ તક જ આપવામાં આવતી નહોતી.
મહારાષ્ટ્રમાં ભાજપ નેતાએ આપ્યું રાજીનામું
પૂર્વ કેન્દ્રીય મંત્રી ગાયકવાડે આપ્યું રાજીનામું
પત્ર લખીને કહ્યું," પાર્ટીને હવે જૂના નેતાઓની જરૂર નથી"
પૂર્વ કેન્દ્રીય મંત્રી જયસિંગરાવ ગાયકવાડે ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે. તેમણે મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલને પોતાનું રાજીનામું મોકલી દીધું હતું. તેમણે આરોપ મૂક્યો હતો કે હું ઘણા લાંબા સમયથી પાર્ટી માટેએ કામ કરવા માંગતો હતો, પરંતુ મને કોઈ તક જ આપવામાં આવતી નહોતી. જેને લઈને મારે આ નિર્ણય લેવો પડ્યો છે.
"ભાજપને જૂના નેતાઓની જરૂર નથી" : ગાયકવાડ
વધુમાં તેમણે લખ્યું હતું કે, "હું ભાજપ યુનિટ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું. હું હવે સાંસદ અને ધારાસભ્ય પણ બનવા નથી માંગતો. હું સંગઠનને મજબૂત કરવા માંગતો હતો. પરંતુ એક દસકા સુધી રાહ જોયા બાદ પણ મને કોઈ જ તક આપવામાં ન આવી તેથી રાજીનામું આપું છું. હવે રાજ્યમાં જેમણે ભાજપ માટે કામ કર્યું તેવા લોકોની જરૂર રહી નથી." જો કે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે આ મુદ્દે કઈં પણ કહવાનો ઇનકાર કર્યો હતો.
પહેલા પણ ભાજપ નેતા આપી ચૂક્યા છે રાજીનામું
નોંધનીય છે કે ગાયકવાડ મહારાષ્ટ્ર અને કેન્દ્ર બંને સરકારમાં મંત્રી પદે કાર્યરત રહી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ ભાજપને અલવિદા કરી રહ્યા છે, થોડા સમય પહેલા મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા ગણાય ટેવઆ એકનાથ ખડસે એ પણ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ NCP માં સામેલ થયા હતા.
આ મામલે એવી સંભાવનાઓ પણ સેવાઇ રહી છે કે ભાજપના અસંતુષ્ટ નેતાઓ NCP માં જોડાઈ શકે છે, પરંતુ ગાયકવાડે હજુ સુધી કોઈ પણ પત્તાઓ ખોલ્યા નથી, ભાજપના શીર્ષસ્થ નેતાઓએ હજુ સુધી આને લઈને કોઈ જ ટિપ્પણી કરી નથી.