બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Another blow to Shahjahan Sheikh after arrest CM Mamata expels him from party for 6 years

સસ્પેન્ડ / સંદેશખલીના 'રેપિસ્ટ'ને ડબલ ઝટકો, શાહજહાંની ધરપકડ બાદ CM મમતાએ પાર્ટીમાંથી કાઢ્યો

Pravin Joshi

Last Updated: 04:40 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીએમસીના શક્તિશાળી નેતા શેખ શાહજહાંની 55 દિવસ ફરાર થયા બાદ ગુરુવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.

તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ગુરુવારે શેખ શાહજહાંને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ વર્ષે 5 જાન્યુઆરીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર થયેલા હુમલાના સંબંધમાં પશ્ચિમ બંગાળ પોલીસે શાહજહાંની આજે ધરપકડ કરી હતી. ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ'બ્રાયને શાહજહાંની ધરપકડ બાદ તરત જ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. બ્રાયને કહ્યું, અમે શેખ શાહજહાંને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. હંમેશની જેમ અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. આપણે ભૂતકાળમાં પણ દાખલા બેસાડ્યા છે અને આજે પણ તે કરી રહ્યા છીએ.

કેસની તપાસ હાથ ધરી

ઓબ્રાયને પોતાના પીસીમાં ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, અમે ભાજપને એવા નેતાઓને સસ્પેન્ડ કરવાનો પડકાર ફેંકીએ છીએ કે જેમની સામે ભ્રષ્ટાચાર સહિત અનેક ગુનાહિત કેસ છે.' તમને જણાવી દઈએ કે શેખ સંદેશખાલી વિધાનસભા ક્ષેત્રના ટીએમસી સંયોજક હતા અને પાર્ટી દ્વારા સંચાલિત ઉત્તર 24 પરગણા જિલ્લા પરિષદના સભ્ય પણ હતા. ટીએમસીના શક્તિશાળી નેતા શેખ શાહજહાંની 55 દિવસ ફરાર થયા બાદ ગુરુવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. 53 વર્ષીય તૃણમૂલ નેતાને ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યાં તે તેના સહયોગીઓ સાથે છુપાયેલો હતો. રિમાન્ડ બાદ અધિકારીઓએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સીઆઈડીએ શાહજહાં શેખ વિરુદ્ધ નોંધાયેલા કેસની તપાસ હાથ ધરી છે.

ધરપકડ પર કોઈ સ્ટે ઓર્ડર નથી

શાહજહાંની ધરપકડ કલકત્તા હાઈકોર્ટે તૃણમૂલ નેતા સામે કાર્યવાહીમાં વિલંબ કરવા બદલ રાજ્ય પોલીસની ટીકા કર્યાના ત્રણ દિવસ પછી થઈ. કેસ પર ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું હતું કે TMC નેતાની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ અને સ્પષ્ટ કર્યું હતું કે તેમની ધરપકડ પર કોઈ સ્ટે ઓર્ડર નથી.

વધુ વાંચો : VIDEO : 55 દિવસથી ફરાર શેખ શાહજહાં કોર્ટમાં હાજર થયો, છતાં હજુ અક્કડ ગઈ નહીં, જુઓ વીડિયો

સંદેશખાલીની મહિલાઓએ શેખ પર ગંભીર આક્ષેપો કર્યા

સંદેશખાલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો પર જમીન પચાવી પાડવા અને બળજબરીથી યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ વિસ્તારની મહિલાઓ શેખ અને તેના સાથીઓની ધરપકડની માંગ સાથે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહી છે. પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું, આ ધરપકડ નથી, આ શેખ શાહજહાં અને ટીએમસી સરકાર વચ્ચેની ડીલ છે. શાહજહાંને જેલમાં 5 સ્ટાર સુવિધાઓ મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

CMMamatabenerjee Party ShahjahanSheikh TMC arrest suspand Shahjahan Sheikh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ