Another blow to Akshay Kumar: After 'Heraferi-3', these two movies also slipped out of hand, the directors gave this reason
બોલીવુડ /
અક્ષય કુમારને વધુ એક ઝટકો: 'હેરાફેરી-3' બાદ હવે આ બે મુવી પણ હાથમાંથી ગઇ, ડિરેક્ટરોએ જણાવ્યું કારણ
Team VTV01:06 PM, 22 Nov 22
| Updated: 01:13 PM, 22 Nov 22
હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે આવારા પાગલ દીવાના 2 અને વેલકમ 3માં પણ અખસી કુમારને રિપ્લેસ કરવામાં આવી શકે છે.
હેરા ફેરી 3માં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યનને કાસ્ટ કરવામાં આવ્યો
'આવારા પાગલ દીવાના 2' અને 'વેલકમ 3' માંથી પણ કપાઈ શકે છે અક્ષયનું પત્તું
બૉલીવુડના ખેલાડી કુમાર કહેવાતા અક્ષય કુમારનું હેરાફેરી, આવારા પાગલ દિવાના અને વેલકમ જેવી સુપરહિટ ફિલ્મોમાં ખાસ ભૂમિકા રહી ચૂકી છે અને આ સાથે જ આ ફિલ્મોએ અક્ષય કુમારને લોકપ્રિય અભિનેતા બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મોમાં એમના અભિનયની અને એમની કોમિક શૈલી પણ ખૂબ જ અદભૂત રીતે જોવા મળી હતી.
I am in Ekta Nagar, home to ‘Statue of Unity’ the world’s tallest statue. So much to do here in the lap of nature.
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે હેરા ફેરી 3માં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યનને કાસ્ટ કરવામાં આવ્યો છે અને આ પછી જ અક્ષય કુમારની અન્ય ફિલ્મોને લઈને પણ સમાચાર આવવા લાગ્યા હતા. જો કે હાલ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આવારા પાગલ દીવાના 2 અને વેલકમ 3માં પણ અખસી કુમારને રિપ્લેસ કરવામાં આવી શકે છે.
બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર હેરા ફેરી 3 માટે અક્ષય કુમાર 90 કરોડ રૂપિયાની તગડી ફી અને નફામાં અમુક હિસ્સાની માંગ કરી હતી અને નિર્માતા ફિરોઝ નડિયાદવાલા આટલા પૈસા આપવા તૈયાર નહતા થયા. તેની સામે કાર્તિક આર્યન હેરા ફેરી 3 ફિલ્મ 30 કરોડમાં કરવા માટે રાજી થઈ ગયો છે. જો કે હાલ એવું લાગી રહ્યું છે કે ફિરોઝ નડિયાદવાલા અને અક્ષય કુમાર વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. એક ઇંટરવ્યૂ દરમિયાન અક્ષય કુમારે કહ્યું હતું કે તેને સ્ક્રિપ્ટ પસંદ ન આવતા હેરા ફેરી 3 કરવા માટે ના પાડી હતી.
થોડા દિવસ પહેલા બહાર આવેલ આ અહેવાલ મુજબ અક્ષય કુમારે જાહેરમાં આ વાત કહી ત્યારે ફિરોઝ નડિયાદવાલાએ ખળભળાટ મચાવી દીધો હતો અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 'હેરા ફેરી 3' પછી તે 'આવારા પાગલ દીવાના 2' અને 'વેલકમ 3' પણ બનાવવા જઈ રહ્યો છે. અને આ ફિલ્મોમાં પણ અક્ષય કુમારની જગ્યાએ બીજા કોઈ હિરોને લેવામાં આવશે અને જો આમ થશે તો અક્ષય કુમાર તેની કારકિર્દીની ત્રણ મહત્વની ફિલ્મોની સિક્વલથી અસ્પૃશ્ય રહી જશે.