બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 01:41 PM, 4 February 2024
ADVERTISEMENT
Paytm શેરમાં હલચલ મચી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કાર્યવાહી બાદ Paytm શેરમાં દરરોજ લોઅર સર્કિટ લાગી રહી હતી. એવામાં હવે Paytmને લઈને વધુ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે.
ADVERTISEMENT
વાત એમ છે કે Paytm શેરની ડેઇલી લિમિટ બદલવામાં આવી છે. સ્ટોક એક્સચેન્જ BSEએ હવે Paytm શેરની લિમિટ ઘટાડીને 10 ટકા કરી છે, જે પહેલા 20 ટકા હતી.પેટીએમના શેરમાં સતત બે સેશનથી 20-20 ટકાની લોઅર સર્કિટ જોવા મળી છે.
જેના કારણે Paytmનો શેર 760 રૂપિયાથી ઘટીને 487 રૂપિયા પર આવી ગયો છે. આવી સ્થિતિમાં બે દિવસમાં જ શેરની કિંમતમાં રૂ. 270થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જે બાદ હવે BSE દ્વારા શેરની ડેઇલી લિમિટ 20 ટકાને બદલે 10 ટકા કરવામાં આવી છે.
RBIએ Paytmના કિસ્સામાં આ પ્રતિબંધ લગાવ્યો છે
જણાવી દઈએ કે પેટીએમના શેરમાં ઘટાડો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને એક્સટર્નલ ઓડિટર્સના કમ્પ્લાયન્સ વેરિફિકેશન રિપોર્ટ બાદ 31 જાન્યુઆરીના રોજ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર નિયંત્રણો લાદવામાં આવ્યા બાદ આવ્યો હતો. આદેશ અનુસાર, PPBLને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A હેઠળ 29 ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા, વૉલેટ અથવા ફાસ્ટેગમાં ડિપોઝિટ સ્વીકારવા અથવા ટોપ-અપ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, Paytm સાથેની કોઈપણ ભાગીદારી, ખાસ કરીને તેના ડિજિટલ વોલેટ બિઝનેસને બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા માટે, RBIની પૂર્વ મંજૂરીની જરૂર પડશે.
વધુ વાંચો: ડિમેટના 10 કરોડ ખાતાધારકો માટે ખાસ સમાચાર: SEBI એ આપી મોટી જાણકારી
જણાવી દઈએ કે 2 ફેબ્રુઆરીએ NSE પર Paytmનો શેર 487.20 રૂપિયા પર બંધ થયો હતો. એક ટ્રેડિંગ સપ્તાહની અંદર, Paytmના શેરમાં 35 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. NSE પર પેટીએમની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 998.30 છે અને તેની 52 સપ્તાહની નીચી કિંમત રૂ. 487.20 છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.