Another agitation started in Gandhinagar before the assembly elections
મહાઆંદોલન /
હવે સરકારી કર્મચારીઓના 72 સંગઠનો લેશે સરકારને ભીંસમાં ! વિધાનસભાની ચૂંટણી પહેલા મહાઆંદોલનના મંડાણ
Team VTV01:08 PM, 08 May 22
| Updated: 02:04 PM, 08 May 22
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મહાઆંદોલન શરૂ થવાના એંઘાણ શરૂ થયાં છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા મહાઆંદોલનના મંડાણ
રાજ્ય સરકારના કર્મચારીઓ કરશે મહાઆંદોલન
72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર
આવતીકાલે એકસાથે 72 સંગઠનો ગાંધીનગર ખાતે થશે એકઠા
રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન અંતર્ગત રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવશે અને ઘરણાંનો કાર્યક્રમ કરશે. આ માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના પણ કરાઈ છે. જેથી આવતીકાલે તમામ કર્મચારીઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઘરણાં પ્રદર્શન કરશે.
તમામ વિભાગના કર્મચારીઓની અલગ અલગ માંગો સાથે કરશે વિરોધ
જેમાં આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય સહિતના 72 વિભાગના કર્મચારીઓ સામેલ થશે અને પોતાની અલગ-અલગ માગો સાથે વિરોધ પ્રદર્શન કરશે. કર્મચારીઓ સાતમા પગાર પંચનો લાભ, ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી, અન્ય કેડરની પણ સળંગ સર્વિસ કરવી, અન્ય કેડરને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવું, 4200 ગ્રેડ પે, જૂની પેંશન યોજના ચાલુ રાખવી અને ફિક્સ પગારના કેસ સુપ્રીકોર્ટમાંથી પરત ખેંચવાની માગ સાથે પ્રદર્શન કરશે.
સવારે 10 થી 2 વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરશે.
મહત્વનું છે કે, રાજ્યના 7 લાખ કર્મચારીઓએ સરકારને વારંવાર રજુઆત કરેલી હતી, પરંતુ કોઈ નિકાલ ના આવ્યો. જેણા કારણે આવતીકાલે હજારોની સંખ્યામાં કર્મચારીઓ મહાઆંદોલન કરશે. સવારે 10 થી 2 વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરશે.