બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:58 AM, 21 June 2024
તમને ખ્યાલ જ હશે કે નાના બાળકોથી લઈને તમામ લોકોમાં તારક મહેતા સિરિયલ ફેમસ છે. આ સિરિયલના દરેક પાત્રને લોકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી એક પછી એક કલાકારો સિરિયલ છોડી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવખત ખરાબ સમાચાર સામે આવ્યા છે. હવે આ ટપ્પુ સેનાના અન્ય એક અભિનેતાના શો છોડવાના સમાચાર આવી રહ્યા છે, જે ચાહકો માટે મોટો આંચકો હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાસ્તવમાં અહીં જેની વાત કરવામાં આવી રહી છે તે ગોલી છે. ગોલીનું પાત્ર કુશ શાહ ભજવી રહ્યો છે. હાલમાં જ એક ફેને કુશ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટો શેર કરીને ફેન્સે જણાવ્યું કે તે કુશને ન્યૂયોર્કમાં મળ્યો હતો. ચાહકે જણાવ્યું કે કુશે તેને કહ્યું કે તેણે શો છોડી દીધો છે અને ન્યૂયોર્કમાં તેનો અભ્યાસ પૂરો કરશે.
ADVERTISEMENT
વધુ વાંચો : નિયા શર્મા પિંક મિની ડ્રેસમાં લાગી એકદમ હોટ-હોટ, જુઓ કર્વી ફિગરની બોલ્ડ તસવીરો
ADVERTISEMENT
આ પોસ્ટ વાયરલ થયા બાદ ચાહકો ખૂબ જ દુઃખી થઈ ગયા છે. કોઈ કોમેન્ટ કરી રહ્યું છે કે તેઓ નાનપણથી આ શોમાં ગોલીને જોતા આવ્યા છે અને તેને અહીં મોટા થતા જોયા છે, જો તે પણ જશે તો મજા નહીં આવે. જ્યારે એકે લખ્યું કે ગોલીનો રોલ કુશથી વધુ સારી રીતે કોઈ નિભાવી શકે નહીં. જો કે, આ પોસ્ટ વાયરલ થયા બાદ તે યુઝરે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. કુશ શો છોડી રહ્યો છે તે વાત સાચી છે કે નહીં તે તો કુશ પોતે અને શોના નિર્માતા જ કહી શકે છે. જો કે, ચાહકો ઈચ્છી રહ્યા છે કે કુશ શોમાંથી બહાર ન જાય કારણ કે તેના વિના મજા નહીં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.