બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલી લેટરકાંડમાં વધુ એક કાર્યવાહી, DDOને નોટિસનો જવાબ ન મળતા લેવાયા એક્શન
Last Updated: 12:44 PM, 15 January 2025
અમરેલીમાં નકલી પત્રકાંડ કેસને લઇને રાજકારણ ગરમાયું છે. ત્યારે સમગ્ર ઘટનામાં વધુ એક સામે કાર્યવાહી કરવામાં આવી છે. જસવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ અશોક માંગરોળીયાને સરપંચ પદેથી હટાવી દેવાયા છે. અશોક માંગરોળીયા સરપંચપદે પણ છે અને જેલમાં બંધ છે. જેથી DDOએ 3 દિવસમાં ખુલાસો આપવા નોટિસ આપી હતી. જો કે સમયમર્યાદામાં ખુલાસો ન થતાં સરપંચને પદ પરથી હટાવી દેવાયા છે. સમગ્ર ઘટનામાં 3 પોલીસ કર્મચારીઓની સસ્પેન્ડ કરાયા બાદ સરપંચને પણ હટાવી દેવાતા ચકચાર મચી ગઇ છે.
ADVERTISEMENT
દીકરીનું જુલુસ નીકળતા વિવાદ
મહત્વનું છે કે કૌશિક વેકરીયા વિરુદ્ધ જાહેર થયેલા નકલી પત્રકાંડમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં પાયલ ગોટીનો પણ સમાવેશ હતો. રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસે આ ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પાટીદાર દીકરીનું જુલુસ નીકળતા સમગ્ર વિવાદ ઉભો થયો હતો. પાટીદાર આગેવાનો અને નેતાઓએ વિરોધ કરતા પાયલ ગોટીને જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દેવચકલી લીલી કે સૂકી ડાળ પર બેઠી તે આખું ગામ જુએ, સાબરકાંઠામાં ઉત્તરાયણે થાય છે વાર્ષિક આગાહી
શું છે ઘટનાક્રમ ?
કૌશિક વેકરીયા સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો. જેમાં કૌશિક વેકરીયા પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં આરોપ હતો. કોંગ્રેસના નેતાઓને મહત્વ આપતા હોવાનો પણ ઉલ્લેખ હતો. ત્યારે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે પત્ર વાયરલ થયો હતો. પત્ર પોતે ન લખ્યો હોવાનો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે ખુલાસો કર્યા બાદ કિશોર કાનપરીયાએ ખુલાસા પછી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી અને ભાજપ નેતા સહિત પોલીસે 4ની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ નેતા મયુર વઘાસીયા મુખ્ય આરોપી હતો. ત્યારે યુવતીની અડધી રાત્રે ધરપકડ કરાઈ હતી. જેમાં ટાઈપિંગનું કામ કરતી યુવતીએ માત્ર પત્ર ટાઈપ કર્યો હતો. કામના ભાગરૂપે ટાયપિંગ કરનાર યુવતીને પોલીસે આરોપી બનાવીને રિકન્સ્ટ્રક્શનના નામે યુવતી સહિત ચારેય આરોપીનું સરઘસ કાઢ્યું હતું. આ ઘટનામાં યુવતીનું સરઘસ નીકળતા કોંગ્રેસ નેતાઓએ વિરોધ ઉઠાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં રિકન્સ્ટ્રકશનના નામે દીકરીના સરઘસને અયોગ્ય ગણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.