બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એક જ દિવસમાં બીજા નબીરાએ સર્જયો અકસ્માત, સરખેજમાં ભયાનક અકસ્માત, 1નું મોત

નબીરા નંબર 2 / એક જ દિવસમાં બીજા નબીરાએ સર્જયો અકસ્માત, સરખેજમાં ભયાનક અકસ્માત, 1નું મોત

Last Updated: 11:41 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાડી ચલાવનારો વ્યક્તિ ખુબ જ નશામાં હતો. તે જે પ્રકારે દુરથી જ ગાડી ચલાવતો આવતો હતો તે જોઇને જ લાગતું હતું કે તે અકસ્માત સર્જશે. સમગ્ર મામલે પોલીસે અકસ્માત નોંધીને તપાસ આદરી છે.

Ahmedabd News : અમદાવાદમાં બેફામ કાર ચાલકોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. નાગરિકો રોડ પર તો સલામત નથી જ પરંતુ હવે ઘર કે દુકાનમાં પણ સલામત નથી. અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક બેફામ કાર ચાલકે 3 વાહનોને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેણે અડફેટે લીધેલા વાહનો પૈકી બે વાહન ચાલકોને સામાન્ય ઇજા પહોંચી હતી.

સરખેજના રોયલ અકબાર નજીક અકસ્માત

ઘટના નજરે જોનાર અને પછીથી ઘટના સ્થળે પહોંચનારા મોટા ભાગના લોકોએ દાવો કર્યો કે ગાડી ચલાવનારો વ્યક્તિ ખુબ જ નશામાં હતો. તે જે પ્રકારે દુરથી જ ગાડી ચલાવતો આવતો હતો તે જોઇને જ લાગતું હતું કે તે અકસ્માત સર્જશે. સમગ્ર મામલે પોલીસે અકસ્માત નોંધીને તપાસ આદરી છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી પણ કબ્જે કરીને તપાસ કરવામાં આવી રહી છે. સરખેજના પ્રખ્યાત રોયલ અકબર નજીક અકસ્માત સર્જાયો હતો. બેફામ કાર ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકો લોકોએ આક્ષેપ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ શરૂ કરી છે.

ગોતામાં પણ અકસ્માત

અત્રે ઉલ્લેખનીય છે કે, સાંજે અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ એક ભયાનક અકસ્માત સર્જયો હતો. અમદાવાદના અત્યંત વ્યસ્ત ગણાતા એસજી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક નશા જ ડિફેન્ડર ગાડી લઇને નિકળ્યો હતો. જો કે અચાનક તેણે ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો. ગાડી સીધી જ હાઇવે પરથી રોડ કિનારે રહેલા એક કોમ્પલેક્ષના પાર્કિંગમાં ઘુસી ગઇ હતી.

જાનહાની ટળી નથી

અમદાવાદમાં વધુ એક નબીરાએ કર્યો અકસ્માત સર્જયો છે. અમદાવાદના અતિવ્યસ્ત ગણાતા ગોતા વિસ્તારમાં ડિફેન્ડર કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ચાલી રહેલી ગાડી અચાનક બેકાબુ થઇને ડાબી બાજુ વળીને સીધી જ દુકાનમાં ઘુસી ગઇ હતી. સ્થાનિક લોકોએ તત્કાલ ચાલકને બહાર કાઢ્યો હતો. જો કે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નહોતી. કારચાલક નશામાં હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad accident Hit And Run Sarkhej Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ