Team VTV09:12 PM, 26 Oct 20
| Updated: 09:26 PM, 26 Oct 20
પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સચિવે નાણાકીય વર્ષ 2020-21 ના પહેલા 6 માસના ગાળામાં સરકારી કંપનીઓ PSU તરફથી વિસ્તાર યોજનાઓ પર ઓછો મૂડી ખર્ચ કરવા ઉપર નારાજગી વ્યક્ત કરી હતી અને નિર્દેશ આપ્યો હતો કે આ વર્ષના બાકી બચેલા સમયમાં મૂડી ખર્ચમાં વધારો કરવામાં આવે અને આવતા વર્ષે તેને 50 ટકા સુધી વધારવામાં આવે.
PMO સરકારી કંપનીઓથી છે નારાજ
જાહેર કંપનીઓએ અંદાજીત લક્ષ્યથી કર્યો છે ઓછો ખર્ચ
મૂડી ગત ખર્ચ વધારવા માટે PMO એ આપી સૂચના
પ્રધાનમંત્રી કાર્યાલય PMO જાહેર ક્ષેત્રની કંપનીઓ PSU ની કામગીરીથી ભારે નારાજ છે. મસમોટી રકમનું ફંડ ધરાવતી સરકારી કંપનીઓને આગામી વર્ષ માટે મૂડી ખર્ચમાં 50 ટકાનો વધારો કરવા જણાવ્યું છે. નોંધનીય છે કે સરકારી કંપનીઓ ની વિસ્તરણ યોજનાઓ પર ખર્ચ એ અર્થવ્યવસ્થાના વિકાસનું એક મુખ્ય પરિબળ છે.
અત્યાર સુધીમાં કંપનીઓએ માત્ર ૩૦ થી 35 ટકા જેટલો જ ખર્ચ કર્યો છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળની તાજેતરની સમીક્ષા બેઠકમાં જાહેર થયું કે સરકારી કંપનીઓ એ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ભાગમાં વિસ્તરણ યોજનાઓ પરના લક્ષ્યનો માત્ર 30 થી 35 ટકા જેટલો જ ખર્ચ કર્યો છે.
" PSU ની વિસ્તાર યોજનાઓ પર કરો વધુ ખર્ચ"
મુખ્ય સચિવે સરકારી કંપનીઓ ને આવ ટા વર્ષ સુધીમાં 50 ટકા જેટલો ખર્ચમાં વધારો કરવા જણાવ્યું હતું. મુખ્ય સચિવે ઓઈલ અને ગેસ ક્ષેત્રની સરકારી કંપનીઓને કહ્યું હતું કે 1 લાખ કરોડના મૂડી ખર્ચને વધારીને 2 લાખ કરોડ જેટલો કરવામાં આવે જેને ૨૦૨૧ - 22 માટે વધારીને 3 લાખ કરોડ જેટલો કરવો જોઈએ.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને તાજેતરમાં જાહેર ક્ષેત્રની મોટી કંપનીઓને ખર્ચ વધારવા કડક સૂચના આપી હતી. તેમણે કહ્યું કે મોટી PSU કંપનીઓએ વર્ષ 2020-21 માટે નક્કી કરેલા ખર્ચના લક્ષ્યનું 75 ટકા ડિસેમ્બર 2020 પહેલા પૂર્ણ કરવું જોઈએ. આનાથી દેશના અર્થતંત્ર પર કોવિડ -19 ની અસર ઓછી કરવામાં મદદ મળશે.
નાણાં પ્રધાને પણ મોટી સરકારી કંપનીઓ PSU એ ખર્ચમાં વધારો કરવાની સૂચના આપી હતી
નાણામંત્રી નિર્મલા સીતારામણે સંબંધિત મંત્રાલયોના સચિવોને વિનંતી કરી કે કેન્દ્રીય PSU કંપનીઓની કામગીરીની નજીકથી દેખરેખ રાખે અને ડિસેમ્બર સુધીમાં 2020-21 સુધીના તેમના નિયત મૂડી ખર્ચમાં 75 ટકાની ખાતરી કરવામાં આવે.
કોલસા, પેટ્રોલિયમ, કુદરતી ગેસ મંત્રાલયના સચિવો અને તેમની સાથે જોડાયેલ 14 PSU કંપનીઓના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર સાથેની ઓનલાઇન બેઠકમાં તેમણે મૂડી યોજનાઓ પર ઝડપથી કામ કરવાની અપીલ કરી.