ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મોકૂફ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષા હાલ પૂરતી મોકૂફ
નવી તારીખ નક્કી થયા બાદ મંડળની વેબસાઈટ પર જાહેર કરાશે
રાજ્યમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે સમયાંતરે ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. જે પરીક્ષાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું તા. 25.09.2023 થી તા. 30.09.2023 દરમ્યાન આયોજન કરવામાં આવેલ હતું.
વહીવટી કારણોસર હાલ પૂરતી પરીક્ષા મોકૂફ
ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે. મંડળ દ્વારા નવી તારીખ નક્કી થયેથી ખાતાકીય પરીક્ષા કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.