લોકપ્રિય એક્ટ્રેસે 45 વર્ષની નાની ઉંમરમાં દુનિયાથી વિદાય લીધી છે. 2 વર્ષથી કેન્સર સામે લડી રહી હતી.
હોલિવૂડની ફેમસ એક્ટ્રેસનું નિધન
45 વર્ષની નાની ઉંમરમાં લીધી વિદાય
24 અને દ વેમ્પાયર ડાયરીઝમાં કર્યું હતું કામ
ટી.વીની ફેમસ વેબ સીરીઝ 24માં FBI એજન્ટ રેની વૉકરનો રોલ નિભાવનાર અને દ વેમ્પાયર ડાયરીઝમાં કામ કરનાર લોકપ્રિય એક્ટ્રેસ એની વેર્શિંગનું નિધન થયું છે. 29 જાન્યુઆરીનાં કેન્સરથી 2 વર્ષ સુધી લડ્યાં બાદ તેણે હવે દુનિયાને અલવિદા કહ્યું છે. આ એક્ટ્રેસ આશરે 45 વર્ષની હતી. તેના નિધનથી ફેન્સ અને સેલિબ્રિટીઝમાં શોકનો માહોલ છે.
2020માં ડિટેક્ટ થયો કેન્સર
રિપોર્ટ અનુસાર એની વર્શિંગને 2020માં કેન્સર ડિટેક્ટ થયો હતો. જો કે તે કયાં પ્રકારનાં કેન્સરની દર્દી હતી તે અંગે હજુ ખુલાસો કરવામાં આવ્યો નથી. એનીને 24 સિવાય, વર્શિંગ બૉશ, ટાઈમલેસ,દ વેમ્પાયર ડાયરીઝ, મારવેલ કે રનવે, દ રૂકી અને સ્ટાર ટ્રેક પિકાર્ડ જેવા શૉમાં પણ જોવામાં આવી હતી.
Just found out my dear friend, Annie Wersching, passed away. We just lost a beautiful artist and human being. My heart is shattered. Thoughts are with her loved ones.
એક્ટ્રેસનાં પતિએ વાતની કરી પુષ્ટિ
એક્ટ્રેસનાં પતિ સ્ટીફન ફુલે આપેલ નિવેદનમાં આ માહિતી અંગે પુષ્ટિ કરી હતી. એની વર્શિંગનાં પરિવારમાં તેના પતિ અને તેના ત્રણ દિકરા ફ્રેડી, ઓજી અને આર્ચી છે. તેમના બાળકો અને પતિને સપોર્ટ કરવા માટે GoFundMe પેજ સ્થાપિત કરવામાં આવ્યું હતું. એક્ટ્રેસને શ્રદ્ધાંજલિ આપવા માટે કેટલાક સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી હતી.
નીલ ડ્રુકમેને ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ
ધ લાસ્ટ ઑફ અસનાં નિર્માતા નીલ ડ્રુકમેને ટ્વીટ કરીને લખ્યું કે અત્યારે જ માહિતી મળી કે મારી પ્રિય મિત્ર એની વર્શિંગનું નિધન થયું છે. આપણે એક સુંદર કલાકાર અને વ્યક્તિને ગુમાવી છે. મારું દિલ ટૂટી ગયું છે.