બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:34 AM, 10 December 2024
માર્ગશીર્ષ ( માગશર) મહિનામાં જે પૂનમ આવે છે તેને અન્નપૂર્ણા જયંતી કહેવામાં આવે છે. આ વર્ષે અન્નપૂર્ણા જયંતિ 15 ડિસેમ્બર 2024 ના રોજ આવશે. કહેવાય છે કે જેના પર માતા અન્નપૂર્ણાણી કૃપા વરસે છે તેના ધાનના ભંડારો હંમેશા ભરેલા રહે છે. માતા અન્નપૂર્ણાની જે જાતક પૂજા કરે છે તેના ઘરમાં ક્યારેય ભોજન અને પૈસાની તંગી આવતી નથી.
ADVERTISEMENT
અન્નપૂર્ણા છે પાર્વતીનું સ્વરૂપ
ADVERTISEMENT
દેવી અન્નપૂર્ણાને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. એક માન્યતા અનુસાર પાર્વતીએ અગહન પૂર્ણિમાના દિવસે દેવી અન્નપૂર્ણાનો અવતાર લીધો હતો. તેથી આ દિવસે અન્નપૂર્ણા જયંતિ ઉજવવામાં આવે છે.અન્નપૂર્ણા એટલે અનાજ ની દેવી.
કાશીમાં વસે છે માં અન્નપૂર્ણા
કાશીને મહાદેવની નગરી પણ કહેવાય છે, કારણકે અંહિયા કણ-કણમાં શિવજી વસે છે. સાથે જ કાશીમાં માં અન્નપૂર્ણાનું મંદિર પણ છે, આ દેશનું એક એવું મંદિર છે જેનો આકાર શ્રીયંત્ર જેવો છે. આમ તો દેશ બહારમાં અન્નપૂર્ણા માતામાં ઘણા મંદિર છે પરંતુ કાશીમાં બિરાજેલ મંદિરની ખાસ મહિમા છે. શસ્ત્રો અનુસાર પાર્વતીજી એ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કરીને સ્વયં જ કાશીમાં રહેવાની ઈચ્છા પ્રગટ કરી હતી, ત્યારબાદ શિવજી તેમને લઈને કાશી આવ્યા હતા. શિવજીની નગરીમાં કાશીમાં વિશ્વનાથી મંદિરથી થોડે જ દૂર માં અન્નપૂર્ણાનું મંદિર છે. ભક્તો બાબા વિશ્વનાથના દર્શન પછી માં અન્નપૂર્ણાના દર્શન માટે અવશ્ય જાય છે. અન્નપૂર્ણા જયંતિ અને અન્નકૂટ ઉત્સવ પર મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. વારાણસીમાં સ્થિત વિશ્વનાથ મંદિરની પસે અન્નપૂર્ણાનું મંદિર આવેલું છે જેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વના લીધે આ મંદિર પ્રસિદ્ધ છે રતરે ભક્તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે માતાના આશીર્વાદ લેવા આવે છે.
વધુ વાંચો: ધૈર્ય રાખજો નહીંતર ધંધો પડી ભાંગશે, આ જન્મ તારીખવાળા લોકો માટે આજનો દિવસ અશુભ
માં અન્નપૂર્ણાની કથા
એક પ્રવર્તમાન ધાર્મિક માન્યતા અનુસાર એકવાર કાશીમાં દુકાળ પડ્યો અને લોકો ભૂખથી પીડાવા લાગ્યા. ત્યારે ભગવાન શિવે લોકોની મદદ કરી. અગહન પૂનમના દિવસે ભગવન શિવના કહેવા પર માતા પાર્વતીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું અને લોકોની ભૂખ સંતોષવા માટે માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા માંગી. આ પછી માતા અન્નપૂર્ણાએ વચન આપ્યું હતું કે કાશીના લોકો ક્યારેય ભૂખ્યા નહીં રહે.બસ ત્યારથી માતા અન્નપૂર્ણાને અન્ન અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે. અન્નપૂર્ણા જયંતિના દિવસે માતા અન્નપૂર્ણાનો ફોટો કે મૂર્તિ રસોડામાં રાખીને પૂજા કરવામાં આવે છે. આ દિવસે અમુક લોકો રસોડામાં ચૂલાની પણ કરે છે અને વ્રત પણ રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.