બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતનું મોદીપુર: જ્યાંના પ્રસાદના ચોખા ભરે છે ધન-અન્નના ભંડાર, રસપ્રદ ઇતિહાસ

દેવ દર્શન / ગુજરાતનું મોદીપુર: જ્યાંના પ્રસાદના ચોખા ભરે છે ધન-અન્નના ભંડાર, રસપ્રદ ઇતિહાસ

Last Updated: 07:15 AM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં અન્નપૂર્ણા માતાજીનુ અંદાજે 1300 વર્ષ પૌરાણિક મંદિર હોવાનું માંનવામાં આવે છે

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં બિરાજમાન છે માં અન્નપૂર્ણા. 1300 વર્ષ પૌરાણિક અન્નપૂર્ણા માંનુ મંદિર સર્વે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. મંદિરે આવતા તમામ માઇ ભક્તોની મનોકામના માં અન્નપૂર્ણા પૂર્ણ કરે છે. વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા માઇભક્તો અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

મહેસાણાના મોદીપુર ગામમાં બિરાજ્યા મા

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં અન્નપૂર્ણા માતાજીનુ અંદાજે 1300 વર્ષ પૌરાણિક મંદિર હોવાનું માંનવામાં આવે છે. ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ માઇ ભક્તો અન્નપૂર્ણા મા નાં દર્શને આવે છે. મહેસાણાથી 22 કિલોમીટરના અંતરે મોદીપુર ગામના છેવાડે માં અન્નપૂર્ણા માતાજીનું પવિત્ર સ્થાનક આવેલુ છે. જ્યા બિરાજમાન છે જગતજનની માં અન્નપૂર્ણા. અન્નપૂર્ણા વ્રતનું વિશેષ મહત્વ છે, માગસર સુદ છઠથી માગસર વદ અગિયારસ સુધી અન્નપૂર્ણા માં ના વ્રત ચાલે છે. વ્રત દરમ્યાન મંદિરમાં ભાવિકોને અન્નરુપી પ્રસાદ આપવામાં આવે છે. માં ના મંદિરે ભક્તોને પ્રસાદ રૂપે ચોખા આપવામાં આવે છે. અને ચોખા માત્ર સ્ત્રીઓ ને જ અપાય છે. ચોખાને ઘરના અન્નના ભંડારમાં અને ધનની સાથે રાખવાથી અન્ન અને ધનના ભંડાર ક્યારેય ખૂટતા ના હોવાની લોકવાઈકા છે. અન્નપૂર્ણા માં ના આશીર્વાદથી નાસ્તિક પણ આસ્તિક બની નિયમિત મા ના ચરણે આવે છે અને મા ના મંદિરે શાંતિનો અનુભવ કરી આનંદિત રહે છે.

1300 વર્ષ પુરાણું પ્રાચીન દેવસ્થાન માનવામાં આવે છે

માં અન્નપૂર્ણા તેના શરણે આવતા તમામ ભક્તોની મનોકામના પુરી કરતા હોવાની માન્યતા છે. વળી દેવાધિદેવ મહાદેવને માં અન્નપૂર્ણા પ્રસાદ આપતા હોય તેવી સુંદર પ્રતિમા આ સ્થાનકમાં બિરાજમાન છે. સંતાન પ્રાપ્તિ, સુખ શાંતિ તેમજ શારીરિક કોઈ પણ તકલીફનું નિવારણ માતાજીના સ્થાનકમાં થતું હોવાથી દર વર્ષે લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં ના દર્શને આવે છે. દર પૂનમ અને દર રવિવારે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા અન્નપૂર્ણા માં ના મંદિરે આવે છે. પવિત્ર અને પ્રાચીન મંદિરના દર્શન માત્રથી આધિવ્યાધિ અને ઉપાધિ દેવી પાર્વતી અન્નપૂર્ણાના રૂપમાં હણી લે છે અને સર્વે નું કલ્યાણ કરે છે.

માતાજીના આ સ્થાનક સાથે રસપ્રદ ઇતિહાસ સંકળાયેલો છે. પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહે સિદ્ધપુરમાં રુદ્રમહાલયની પ્રતિષ્ઠા માટે સહસ્ત્ર બ્રાહ્મણો ઉત્તર ભારતમાંથી ગુજરાત આમંત્રિત કર્યા હતા. બ્રાહ્મણોના પુનઃવસન માટે ગુજરાતના પ્રાચીન દેવસ્થાનની પૂજા સોંપવામાં આવી હતી. જેમાં જાની પરિવારને હાલના આ અન્નપૂર્ણા મંદિરમાં સેવાપૂજાની જવાબદારી સોંપાઈ હતી. આમ આ મંદિર રુદ્રમહાલય પહેલાનું એટલે કે 1300 વર્ષ પુરાણું પ્રાચીન દેવસ્થાન માનવામાં આવે છે.

માતાજીના સન્મુખ દર્શન

અન્નપૂર્ણા માતાજીના મંદિરે ગુજરાત અને અન્ય રાજ્યોના શ્રધ્ધાળુઓ પણ ઉમા અન્નપૂર્ણાના દર્શને આવે છે. મંદિરે આવતા માઇ ભક્તો માટે રહેવા જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે સેવાભાવી લોકો સાથે ટ્રસ્ટી મંડળ પણ ખડે પગે રહે છે. માં અન્નપૂર્ણાના દર્શન માટે લાંબી કતારો ના થાય તે માટે માતાજીના સન્મુખ દર્શન માટે પણ સુંદર વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

વાંચવા જેવું: ન્હાયા પછી ક્યારેય ન કરવા જોઈએ આ કામ, શાસ્ત્રોમાં માનવામાં આવે છે વર્જિત

વાત્સલ્યનો અખૂટ ભંડાર મા અન્નપૂર્ણા

માતજીના આ સ્થાનક સાથે એવી પણ લોક વાયકા સંકળાયેલી છે કે સાચા મનથી કોઈ પણ મનોકામના મા અન્નપૂર્ણા પાસે આવીને કહો તે તમામ મનોકામના ચોક્કસ પરિપૂર્ણ થાય છે. બાળપણથી જ વડીલો સાથે અન્નપૂર્ણા મંદિર આવતા ભાવિક હાલમાં પણ નિયમિત માતાના દર્શને આવે છે અને વર્ષોથી માતાજીના વ્રત કરે છે એ જ સાચી અતુટ શ્રદ્ધા છે. માં ના શરણે આવતા તમામ ભક્તોમાં ખાસ કરીને સંતાન પ્રાપ્તિ, કોઈ અસાધ્ય રોગનુ નિવારણ, અને જીવનમાં સુખ શાંતિ માટે ભાવિકો બાધા રાખતા હોય છે. તમામ ભક્તોની મનોકામના માં અન્નપૂર્ણા પુરી કરતા હોવાની લોકોમાં અતૂટ શ્રદ્ધા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં અન્નપૂર્ણા ના પાવનકારી દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dev Darshan Annapurna Mannu Mandir Annapurna Mataji
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ