બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / અંકિતા લોખંડે અને વિક્કી જૈન ફરીથી લગ્નના બંધનમાં બંધાશે, એવું કેમ, કપલે જણાવ્યું કારણ
Last Updated: 08:47 AM, 15 February 2025
અંકિતા લોખંડે અને વિક્કી જૈનના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ, બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વેલેન્ટાઇન ડે પર જૂની યાદોને તાજા કરતા, વિક્કી જૈન અને અંકિતા લોખંડેએ ખુલાસો કર્યો કે તેઓ બંને ફરીથી લગ્ન કરવાનું વિચારી રહ્યા છે અને ચાહકોને જલ્દી જ ફરી એકવાર તેમને ફેરા ફરતા જોવાની તક મળી શકે છે. રિયાલિટી ટીવી શો બિગ બોસ 17 નો ભાગ રહેલા આ સેલિબ્રિટી કપલે 'લાફ્ટર શેફ્સ 2' માં પણ ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું છે. વિક્કી અને અંકિતાના લગ્ન 14 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા અને હવે બંને ફરીથી લગ્ન કરવા માંગે છે.
ADVERTISEMENT
અંકિતા અને વિક્કી કેમ કરવા માંગે છે ફરીથી લગ્ન?
ADVERTISEMENT
વિક્કી જૈને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, "અંકિતા હંમેશા કહે છે કે મારે આપણા લગ્નના વચનો ફરીથી લેવા છે, ફરીથી એ દિવસ જોઈએ. અને તે જ સ્ટાઈલમાં જોઈએ છે જેમાં આપણા માટે જે ખરેખર જરૂરી લોકો છે, એ આપણી સાથે હોવા જોઈએ." અંકિતા લોખંડે શા માટે ઇચ્છે છે કે તે અને વિક્કી જૈન ફરીથી લગ્ન કરે, તેનું કારણ જણાવતા વિક્કી જૈને કહ્યું, "એટલા બધા લોકો મળી રહ્યા છે, જેમણે તે સમયે અમારા લગ્ન જોયા ન હતા. તેથી તે હંમેશા બોલે છે, અને હું પણ એવું જ વિચારું છું."
અંકિતા લોખંડેએ કહ્યું- હું ઘરડી થઈ જઈશ
વિક્કી જૈને કહ્યું કે એકવાર એવું જરૂર થશે કે અમે આ કરીશું. વિક્કી જૈનની વાતને આગળ વધારતા અંકિતા લોખંડેએ કહ્યું, "પાંચ વર્ષ પછી અમે ફરીથી લગ્ન કરીશું." ત્યારે વિક્કી જૈને કહ્યું- હા, આ કહે છે, પણ મને ખબર નથી કે ફરી 5 વર્ષમાં થશે કે એ પછી. વિક્કી જૈને કહ્યું, "હવે આપણે સીધા 50મી પર કરીશું". જેના જવાબમાં અંકિતાએ મજાકમાં કહ્યું - "હું ઘરડી થઈ જઈશ. મારે મારા લગ્નમાં સુંદર દેખાવું છું."
આ પણ વાંચો: પ્રતિક બબ્બરે પ્રિયા સાથે કરી લીધા લગ્ન, તસતસતું ચુંબન કરી નવા પડાવનો કર્યો પ્રારંભ
બિગ બોસે બદલી અંકિતા લોખંડેની ઇમેજ
ટીવી સીરિયલ 'પવિત્ર રિશ્તા' ફેમ અભિનેત્રી અંકિતા લોખંડે લાંબા સમયથી સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલી રહી, પરંતુ જ્યારે તે સલમાન ખાનના શો 'બિગ બોસ'માં તેના પતિ સાથે દેખાઈ ત્યારે લોકોનો તેના પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને વિચાર બદલાઈ ગયો. આ શોથી અંકિતા લોખંડેને માત્ર આર્થિક ફાયદો જ ન થયો પરંતુ તેની પબ્લિક ઈમેજ પણ ઘણી હદ સુધી બદલાઈ ગઈ. સિરિયલમાં દર્શકોને અંકિતા લોખંડે સાથે જોડાયેલ ઘણા ફેમિલી ડ્રામા જોવા મળ્યા, જેના પછી હવે લોકો એક નવી અંકિતાને ઓળખે છે જે વિક્કી જૈનની પત્ની છે અને હજુ પણ એટલી જ ધાકડ અને બોલ્ડ અભિનેત્રી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.