બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'મને અનિલ કપૂર સાથે કિસિંગ સીન કરવા મજબૂર કરી', જાણીતી અભિનેત્રીના આરોપથી ખળભળાટ
Last Updated: 03:45 PM, 10 February 2025
Anjana Sukhani : બૉલીવુડ જગતથી અનેક પ્રકારના સમાચાર સામે આવતા હોય છે. આ દરમિયાન હવે એક એક્ટરે ફિલ્મમાં કિસીંગ સીનને લઈ એક મોટો આરોપ મૂક્યો છે. નિખિલ અડવાણીની ગણતરી બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતાઓમાં થાય છે. તેમના નિર્દેશનમાં 'કલ હો ના હો', 'વેદા', 'બાટલા હાઉસ' જેવી ફિલ્મોનું દિગ્દર્શન થયું છે. તેમણે 2007માં આવેલી ફિલ્મ 'સલામ-એ-ઇશ્ક'નું દિગ્દર્શન પણ કર્યું હતું. આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ હતી. આ ફિલ્મમાં ગોવિંદા, જોન અબ્રાહમ, પ્રિયંકા ચોપરા, જુહી ચાવલા, અંજના સુખાની, વિદ્યા બાલન, અનિલ કપૂર, સલમાન ખાન જેવા મોટા કલાકારો હતા.
ADVERTISEMENT
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. જોકે હવે આટલા વર્ષો બાદ ફિલ્મની અભિનેત્રી અંજનાએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં નિખિલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. અંજના સુખાનીએ અનિલ કપૂર સાથેના કિસિંગ સીનનો પોતાનો ખરાબ અનુભવ જાહેર કર્યો હતો. એક ઇન્ટરવ્યુમાં તેમણે નિખિલ અડવાણીને સ્વાર્થી અને કઠોર કહ્યા. અંજનાએ કહ્યું કે, નિખિલે અચાનક તેને અનિલ કપૂર સાથે કિસિંગ સીન કરવાનું કહ્યું. તેણીને આ વાતનું આશ્ચર્ય થયું. તે આ માટે માનસિક રીતે તૈયાર નહોતી.
વધુ વાંચો : કોણ છે અપૂર્વા મુખીજા? જેને મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ પર કરી ગંદી કમેન્ટ, થઈ ટ્રોલ
ADVERTISEMENT
અનિલ સાથેના કિસિંગ સીન પર અંજના સુખાની રડી પડી
અંજના સુખાનીએ કહ્યું કે, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી હતી. તેણીને લાગ્યું કે નિખિલ જાણે છે કે તે ના પાડી શકશે નહીં. અંજનાએ દાવો કર્યો હતો કે, તે તેનો વિરોધ કરવાની હિંમત એકઠી કરી શકી નહીં અને અનિચ્છાએ અનિલ કપૂર સાથે કિસિંગ સીન કર્યો. આ દ્રશ્ય પછી તે રડી પણ પડી. તેમણે કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા કલાકારોને આવા સંઘર્ષોનો સામનો કરવો પડે છે. આ સાથે તેમણે કહ્યું કે, કિસિંગ સીન સ્ક્રિપ્ટમાં નહોતો. તે સેટ પર હતી અને અચાનક તેને અનિલ કપૂરને કિસ કરવાનું કહેવામાં આવ્યું. તેને કોઈની સાથે વાત કરવાનો મોકો મળ્યો નહીં. તેમણે કહ્યું કે, ક્યારેક ફિલ્મોમાં ચુંબન થાય છે. પરંતુ આ માટે પહેલા કલાકારોને જાણ કરવામાં આવે છે. તેઓ માનસિક રીતે તૈયાર છે. આત્મવિશ્વાસ આપવામાં આવે છે અને પછી આ ચુંબન દ્રશ્ય આરામથી કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.