તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને 12 વર્ષ પુરા થઇ ગયા છે અને અત્યાર સુધી તેની પોપ્યુલારીટીમાં કોઇ જ ઘટાડો થયો નથી.
નેહા મહેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
શો પર પરત ન ફરવાને લઇને કહી મોટી વાત
ગુજરાતી ફિલ્મમોમાં સક્રિય થઇ છે નેહા
શોમાં છેલ્લે થયેલા 2 મોટા બદલાવમાં અંજલિભાભીનું પાત્ર ભજવનાર નેહા મહેતા અને સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહે શોમાંથી એક્ઝિટ લઇ લીધી છે.
નેહાની જગ્યાએ સુનયના
નેહા મહેતાની જગ્યાએ સુનયના ફોજદાર અંજલીનું પાત્ર ભજવે છે. શો છોડ્યા બાદ પણ નેહાએ કોઇ નવી સિરીયલની ઑફર સ્વિકારી નથી. તેનું કારણ પણ નેહાએ જણાવ્યું છે. તે શોમાં કમબેક નહી કરે તેના વિશે પણ તેણે વાત કરી હતી.
ગુજરાતી ફિલ્મમાં નજર આવશે નેહા
નેહા મહેતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જ્યારે મને કેટલીક સિરીયલ્સની ઑફર આવી ત્યારે હું મારા પાત્રને લઇને શ્યોર ન હતી. શો છોડ્યા બાદ મને ખબર પડી કે હું તો ઘણુ બધુ કરી શકું તે મ છું. મેં એક ગુજરાતી ફિલ્મનું હાલમાં જ શુટિંગ પુરુ કર્યુ છે અને તેમાં મારો મહત્વનો રોલ છે. આ ફિલ્મ એક મહિલા પ્રધાન ફિલ્મ છે, ફિલ્મની કહાણી નવ દુર્ગાથી સંબંધિત છે.
સેટના માહોલને લઇને નારાજગી
થોડા સમય પહેલા નેહાએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે ખુલાસો કર્યો હતો કે તારક મહેતા...ના સેટ પર બધુ જ ઠીક નહોતું. નેહાએ કહ્યું કે, હું શોમાં પરત ફરવા વિચાર કરી જ રહી હતી પરંતુ સેટ પર કેટલીક ચીજોમાં બદલાવ ઇચ્છતી હતી જે થયો નહી. આજની ડેટમાં પણ સેટ પર કામનું પ્રેશર વધારે છે અને હું નથી ઇચ્છતી કે કેટલીક ચીજ વસ્તુઓ મારા મગજ પર ખરાબ અસર નાંખે. કેટલીક વાર ચુપ રહેવું જ દરેક સવાલના જવાબ હોય છે. કોઇ સ્વિકાર નહી કરે કે થઇ રહેલી ઘટનાઓ ખોટી છે.