Animal feed price hike by Amul, Amul Nutri Gold 50 kg grain price hike of Rs 135 Amul Nutri Rich 50 kg increase of Rs. 200
BIG NEWS /
ગુજરાતના લાખો પશુપાલકો માટે માઠા સમાચાર, અમૂલે પશુદાણમાં કર્યો ભાવ વધારો, જુઓ કેટલો
Team VTV09:00 PM, 08 Mar 22
| Updated: 09:13 PM, 08 Mar 22
ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધના છાશ અને દહીંમાં ભાવ વધારા બાદ પશુદાણની પણ કિમત વધારી નાખી
અમુલ દ્વારા પશુદાણમાં કરાયો ભાવ વધારો
ભાવ વધારો આગામી 11 માર્ચથી આવશે અમલમાં
ભાવ વધારા ની અસર લાખો પશુપાલકો પર પડશે
રાજ્યના લાખો પશુપાલકો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધના છાશ અને દહીંમાં ભાવ વધારા બાદ હવે અમુલ દ્વારા પશુદાણમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. અમુલ ન્યુટ્રી ગોલ્ડ 50 કિલો દાણના ભાવ 135 જેટલો વધ્યો, જ્યારે અમુલ ન્યુટ્રી રિચ 50 કિલોમાં 200 રૂપિયાનો વધારો, આગામી 11 માર્ચથી થશે નવો વધારો લાગુ થશે જેની સીધી અસર પશુપાલકોને પડશે.
ભાવ વધારો આગામી 11 માર્ચથી આવશે અમલમાં
અમુલ ન્યુટ્રી ગોલ્ડ 50 કિલો દાણના ભાવમાં 135 રૂપિયાનો વધારો
અમુલ ન્યુટ્રી રિચ 50 કિલોમાં 200 રૂપિયાનો વધારો
છાશ અને દહીંના ભાવમાં કરાયો વધારો
આ અગાઉ અમૂલ દ્વારા છાશ અને દહીંના નવા ભાવ જાહેર કરાયા છે. અમૂલ છાશ અને દહીંના ભાવ વધતા સૌથી મોટો ફટકો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને પડવા જઇ રહ્યો છે. અમૂલ જીરા છાશના પાઉચમાં 1 રૂપિયાનો વધારો કરાયો છે. તો અમૂલ મસ્તી દહીંના પાઉચમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે. અમૂલના દૂધ, દહીં અને છાશની કિંમતોમાં વધારો ઝીંકી દેવાયો છે. ત્યારે હવે ટૂંક સમયમાં આઈસ્ક્રીમના ભાવોમાં વધારો કરવામાં આવી શકે છે.
ગત દિવસોમાં જ અમૂલ દુધમાં લિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો
1 માર્ચથી અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાની અસર નાના શહેરોથી લઇને અમદાવાદ, સુરત, મુંબઇ, દિલ્હી જેવા મોટા શહેરોમાં સહિત સમગ્ર દેશમાં જોવા મળશે. મહત્વનું છે કે અમૂલ દૂધના પ્રતિ લિટર પાઉચમાં રૂપિયા 2નો વધારો જ્યારે 500 MLના પાઉચમાં રૂપિયા 1નો વધારો કરવામાં આવ્યો હતો.
સાથે સાથે આ અગાઉ અમુલે પશુપાલકોને અપાતી કિંમતોમાં પણ વધારો કર્યો હતો પ્રતિ કીલો ફેટે પશુપાલકોને રૂ.35ને સ્થાને રૂ40 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.