અમદાવાદ /
કરોડોનું ફુલેકું ફેરવનાર અનિલ સ્ટાર્ચના માલિક અમોલ શેઠની ધરપકડ, આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાયો
Team VTV04:26 PM, 12 Oct 21
| Updated: 12:18 PM, 16 Oct 21
કરોડની ઉચાપત કરનાર અનિલ સ્ટાર્ચના માલિક અમોલ શેઠની ધરપકડ કરવામાં આવી છે અમોલ શેઠને આજે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા
અનિલ સ્ટાર્ચ મિલના માલિકની ધરપકડ
1500 કરોડની ઉચાપત કર્યાનો આરોપ
અમોલ શેઠની રાજસ્થાનથી ધરપકડ
કરોડોનું ફુલેકુ ફેરવનાર અનિલ સ્ટાર્ચના માલિક અમુલ શેઠની ધરપકડ કરવામાં આવી છે. અમોલ શેઠે 1500 કરોડની ઉચાપત કરી લાંબા સમયથી ફરાર હતો ત્યારે અમોલ શેઠ અને તેની સાથે કૌભાંડમાં સંડોવાયેલા શિવપ્રસાદ કાબરાને પણ ઝડપી લેવાયા આવ્યો છે.
1500 કરોડની ઉચાપત કર્યાનો આરોપ
આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના અમોલ શેઠને જેસલમેરની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જે બાદ તેને 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી જો કે કોર્ટે આરોપીના 1 દિવસ માટેના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
એક દિવસના રિમાન્ડ મંજૂર
ઉલ્લેખનિય છે કે અમોલ શેઠ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી ચૂક્યો છે. આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આરોપી અમુલ શેઠ રોકાણ કરવાના નામે 12 ટકા વ્યાજ આપવાના બહાને છેતરપિંડી આચરતો હતો. તેની સામે માણસા, CID ક્રાઇમ, નવરંગપુરામાં અનેક સહિત અનેક જગ્યાએ ફરિયાદ નોંધાઈ હતી તેમજ 500 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવાના કેસમાં તેની ઘરપકડ કરવામાં આવી છે.