Anil Mukim to take charge as Gujarat new chief secretary
નિયુક્તિ /
જે.એન.સિંઘ આજે નિવૃત થતા નવા મુખ્ય સચિવ પદે અનિલ મુકિમે ચાર્જ સંભાળ્યો, તંત્રમાં ઉથલપાથલ સર્જાવાની શક્યતાઓ
Team VTV06:40 PM, 30 Nov 19
| Updated: 06:52 PM, 30 Nov 19
ગુજરાતના મુખ્ય સચિવ પદે ગુજરાતના મુખ્ય સચિવ જે.એન.સિંઘ આજે નિવૃત થઈ રહ્યા છે. ત્યારે તેમની જગ્યા પર અનિલ મુકિમની નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રમાં ખાણ ખનિજ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવતાં અનિલ મુકિમને મુખ્ય સચિવપદે નિયુક્તિ કરાયા છે.
ગુજરાતના નવા CS (મુખ્ય સચિવ) અનિલ મુકિમે ચાર્જ સંભાળ્યો
જે.એન.સિંઘ આજે નિવૃત થતા નવા CS અનિલ મુકિમ
વહીવટી તંત્રમાં ઉથલપાથલ સર્જાવાની શક્યતાઓ
અરવિંદ અગ્રવાલ, પંકજકુમાર સહિત કેટલાક IASના નામો મુખ્ય સચિવપદે દાવેદારી તરીકે ચાલી રહ્યા હતા. ત્યારે હવેઓગસ્ટ 1960માં જન્મેલા અને વર્ષ 1985 બેચના IAS અધિકારી અનિલ મુકિમને રૂપાણી સરકારના વહીવટી તંત્રની જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્રર તરીકે વખાણવાલાયક કામગીરી કરી ચૂક્યાં છે. સાથે સાથે અનિલ મુકિમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં તે વખતે નાણાં, મહેસૂલ વિભાગ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ અદા કરી ચૂક્યાં છે. તેમજ અનિલ મુકિમને તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને વર્ષ 2018માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મૂકાયા હતાં. ત્યારે તેમની સચિવ પદે વહીવટી તંત્ર પર પક્કડને લઇને પુનઃ ગુજરાત મોકલ્યાં છે. આજે સત્તાવારરીતે અનિમ મુકિમને મુખ્ય સચિવપદની જવાબદારી સોંપવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અનિલ મુકિમની મુખ્ય સચિવપદની નિયુક્તિ બાદ મહેસૂલ, નાણાં સહિત વહીવટી તંત્રમાં ઉથલપાથલ સર્જાવાની શક્યતાઓ છે. સિનિયર IASના પ્રમોશન ઉપરાંત બઢતી-બદલીનો દોર પણ શરૂ થનાર છે.