બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:17 PM, 31 July 2024
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેર ઓગસ્ટ 2008 માં 2500 રૂપિયા થી વધારે હતો. ત્યાર વર્ષ 2020 સુધીમાં આ શેરના ભાવ ઘટીને 25 રૂપિયા સુધી આવી ગયા છે. પરંતુ હવે આ શેરની કિંમત વધી રહી હોય તેમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
અનિલ અંબાણીની કંપનીનો શેર છેલ્લા 5 દિવસથી તોફાન મચાવી રહ્યો છે. આ દરમ્યાન આ ઇંન્ફાસ્ટોક 13 ટકા ઉછળ્યો છે. આપણે વાત કરી રહ્યા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી શેરની, જે હાલ તેની ઉચ્ચ સપાટીએથી 99 ટકા સુધી તૂટી ચૂક્યો હતો. પરંતુ હવે તેમા તેજી જોવા મળી રહી છે. અને છેલ્લા દિવસોમાં આનો ભાવ ફરી એકવાર 200 રૂપિયાની પાર પહોંચી ગયો છે. જેમાં બુધવારના રોજ તેજી જોવા મળી હતી.
ADVERTISEMENT
205 રૂપિયા સુધી પહોંચ્યો હતો.
મંગળવારના રોડ અનિલ અંબાણીની આ કંપનીનો શેર માર્કેટ ઓપન થતા 200 રૂપિયાની પાર પહોંચી ગયો હતો. અને દિવસભર આ શેર 3 ટકાની છલાંગ મારીને 205.60 રૂપિયા સુધી દિવસે હાઇ લેવલ સુધી પહોંચ્યો હતો. જોકે માર્કેટ ક્લોઝ થતા દરમિયાન શેરના ભાવની ગતિ જરીક મંદ પડી હતી. અને અંતમાં 200.75 ના ભાવે ક્લોઝ થયો હતો. બુધવારના રોજ પણ આ શેર જોરદાર તેજી સાથે બંધ થયો હતો.
અનિલ અંબાણીનો આ શેર બુધવારના રોજ 203.45 ના ભાવે ઓપન થયો હતો. અને દિવસભર 3.66 ટકાની તેજી સાથે 209 રૂપિયા સુધી પહોંચ્યો હતો. જોકે માર્કેટ ક્લોઝ થતા તેનો ભાવ 207 નોંધાયો હતો. આ શેરમાં તેજી થતા માર્કેટ વધીને 8200 કરોડ સુધી પહોંચી ગયુ હતુ. આ ઇન્ફ્રા શેર લગાતાર 5 દિવસથી વધી રહ્યો છે. જેનો ભાવ 12.64 ટકા સુધી વધ્યો હતો.
નિષ્ણાંતોએ કરી હતી આગાહી
શેર બજારના નિષ્ણાંતોએ આ શેરની 200 રૂપિયા પાર મહિનામાં થવાની આગાહી કરી રહ્યા હતા. જોકે આ દરમિયાન તેના ભાવમાં ઘટાડો પણ થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનિલ અંબાણીની રિલાયન્સ ઇંફ્રાના શેર સપોર્ટ 165 અને રેસિસ્ટન્સ 178 રૂપિયા સુધી રહેશે. અને અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આ શેર 178 ની પાર જાય છે તો આ શેર 200 રૂપિયા સુધી પહોંચી જશે.
99 ટકાથી વધારે શેર તૂટ્યા બાદ તેજીમાં
એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની આ કંપનીના શેર 99 ટકા સુધી તૂટ્યા બાદ ફરી તેમાં વધારો જોવા મળી રહ્યો છે. આ શેરના રેકોર્ડ જોવા જઇએ તો 4 જાન્યુઆરી 2008 માં રિલાયન્સ ઇન્ફ્રા શેરના ભાવ 2514.35 રૂપિયા હતો. પરંતુ 10 જાન્યુઆરી 2020 માં શેરનો ભાવ 24.90 સુધી પહોંચી ગયો હતો. જોકે હાલ તે ધીમી ગતિએ વધી રહ્યો છે.
1 લાખના 4 લાખ
ભલે રિલાયન્સ ઇન્ફ્રા શેરના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળતો હોય, પરંતુ 5 વર્ષમાં તેના રોકાણકારો માટે મલ્ટી બેગર સાબિત થયો છે. અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં પૈસા લગાવનારા રોકાણકારોને 5 વર્ષમાં 306.49 ટકાનું રિટર્ન મળ્યું છે. 2 ઓગસ્ટ 2019 માં શેરનો ભાવ 50 રૂપિયા હતો. જે હિસાબે કોઈ રોકાણકારે કંપનીના આ શેરમાં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય તો હાલ તેની કિંમત 4 લાખ રૂપિયા સુધી પહોંચી ગઇ હોત.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT