anil ambani company rcom debt ridden prashant bhushan targets
નિવેદન /
અનિલ અંબાણીની ત્રણ કંપનીઓએ 50,000 કરોડથી વધુનો ચૂનો લગાવ્યો, FIR દાખલ કરો : પ્રશાંત ભૂષણ
Team VTV10:33 PM, 18 Jan 21
| Updated: 03:15 PM, 19 Jan 21
વરિષ્ઠ એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા પ્રશાંત ભૂષણે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની કંપની આરકોમ ગ્રુપ પર આકરા પ્રહાર કર્યા છે. પ્રશાંત ભૂષણે અનિલ અંબાણી અને તેમની ત્રણ કંપનીઓને લઈને એક ખુલ્લો પત્ર લખ્યો છે.
અનિલ અંબાણીની ત્રણ કંપનીઓએ 50,000 કરોડથી વધુનો ચૂનો લગાવ્યો
FIR દાખલ કરવાની પ્રશાંત ભૂષણે કરી અપીલ
શું લખ્યું છે પત્રમાં?
આ પત્રમાં જણાવાયું છે કે પ્રશાંત ભૂષણે CBIને અનિલ અંબાણી અને તેમની ત્રણ કંપનીઓ રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ ઇન્ફ્રા વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધવા માટે અરજી કરી છે. તેમણે કહ્યું છે કે આ કંપનીઓના બેંક એકાઉન્ટને SBI દ્વારા ફ્રોડ ડિક્લેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અનિલ અંબાણીનો પાસપોર્ટ રદ કરવાની રજુઆત કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે અનિલ અંબાણીએ હજારો કરોડની લોનો લીધી છે અને આ રૂપિયાની ભરપાઈ કરી નથી. આથી બેંકોએ ફરજિયાત તેમના એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યા છે.
My complaint to various public authorities to register an FIR & prosecute Anil Ambani & his 3 companies which have been found by the SBI to have siphoned out ~50,000 Crs of public money loaned to them. My info is that there are orders from the top to be soft on them pic.twitter.com/3b4fkSDyTV
તેમણે બિઝનેસ ઇન્ડિયાનો એક અહેવાલ ટાંકીને કહ્યું કે આ રિપોર્ટ પ્રમાણે SBIએ ઓડિટ દરમિયાન મોટા પ્રમાણમાં ગોટાળાઓ અને નાણાંની હેરફેર નોંધી છે. આ કારણે તેમણે એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યો છે.
પહેલા પણ ટ્વીટ દ્વારા કરી ચૂક્યા છે પ્રહાર
ભૂષણએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ગ્રૂપના ત્રણ ખાતાઓ છેતરપિંડીના ભાગ રૂપે ત્રણ બેન્કોમાં દેખરેખ હેઠળ છે. આ બેંકોમાં દેશની સૌથી મોટી બેંક એસબીઆઈનો પણ સમાવેશ છે. R.Com, રિલાયન્સ ઇન્ફ્રાટેલ અને રિલાયન્સ ટેલિકોમ પર 86,188 કરોડ રૂપિયા બાકી છે. આ હોવા છતાં, આપણા સરકારે કોઇ કાર્યવાહી કરી નથી.