બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'આવાં 5 ટકા લોકોના કારણે આખો સમાજ...' વડોદરાના ભાયલી ગેંગરેપ ઘટનાને લઈ હવે મુસ્લિમ સમાજ પણ મેદાને
Last Updated: 08:24 PM, 7 October 2024
થોડા દિવસ અગાઉ વડોદરાના ભાયલીમાં યુવતી પર દુષ્કર્મની ઘટના ઘટી હતી. જેને લઇને જીલ્લામાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઇ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે ભાયલીમાં ગેંગરેપની ઘટનાને લઇને મુસ્લિમ સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે.
ADVERTISEMENT
ભાયલી બળાત્કાર કેસ
ભાયલીમાં થયેલ રેપની ઘટનામાં તમામા આરોપીઓ મુસ્લિમ સમાજના છે. ત્યારે તેમના વિરોધમાં વડોદરામાં મુસ્લિમ સમાજ મેદાને આવ્યા છે. અને વાસણા પેટ્રોલ પંપ ચાર રસ્તા પર મુસ્લિમ સમાજના આગેવાનો એકઠા થયા હતા. જેમાં પ્લેકાર્ડ અને બેનર સાથે મુસ્લિમ સમાજના યુવાનો, અગ્રણીઓએ વિરોધો નોંધાવ્યો હતો. અને તમામ આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી હતી.
ADVERTISEMENT
કોર્ટ ફાંસી આપે તેવી માંગ
આ ઘટનાને લઇ મુસ્લિમ સમાજના આગેવાને જણાવ્યું હતુ કે ગેંગરેપની ઘટનાથી સમાજનું નામ ખરાબ થયુ છે. આવી ઘટના ફરી ન બને અને લોકોમાં ઉદાહરણ બેસે તેને લઇને આવા નરધામોને ફાંસીના માચડે લટકાવી દેવા જોઇએ, ત્યારે ભાયલીમાં થયેલ આ ઘટનાને લઇ તમામ આરોપીઓને કોર્ટ ફાંસી આપે તેવી અમારી માંગ છે.
અમારી લાગણી દિકરી સાથે છે, અને માંગણી ફાંસીની છે.
સમાજિક કાર્યકર અસ્ફાક માલિકે જણાવ્યું હતુ કે અમારા તમામની લાગણી દિકરીની સાથે છે. અને માંગણી આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે એ છે. જો કોર્ટ આરોપીઓને ફાંસીની સજા ન કરી શકતી હોય તો અમને સોંપી દો અમે જાહેરમાં ફાંસીના માચડે ચઠાવી દઇશું. દારૂ પીનારા કે યુવતીને છેડનારા મુસ્લિમ છે જ નહી. અમને સોંપી દો આવા લોકોને અમે પથ્થર મારીને મારી નાખીશું. દિકરી કોઇની પણ હોય એ દિકરી જ છે. સ્થાનિક યુવતી ફાઈઝા ખાને જણાવ્યું હતુ કે મારી પણ બહેન છે, આ ઘટનાના કારણે અમને વડોદરા સેફ નથી લાગતુ. જો આ લોકો મુસ્લિમ હોય તો આમને શરીયા લો મુજબ સજા મળવી જ જોઇએ.
વધુ વાંચો : આ બે વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસીનનો નોબેલ પુરસ્કાર, માઈક્રોRNAની શોધ કરી
આરોપીઓનો કોઇ ધર્મ નથી હોતો
એડવોકેટ અનીશા સૈયદે જણાવ્યું હતુ કે આરોપીઓનો કોર્ટ ફાસ્ટ ટ્રેકમાં ચલાવો જોઇએ, માત્ર 16 વર્ષની દિકરી જોડે આ ઘટના થઇ છે ત્યારે આ તમામ લોકોને ફાંસીની સજા થાય તેને લઇ અમે લોકો રસ્તા પર ઉતર્યા છે. ફરી વાર આવા કૃત્યો ન થાય તેવી સજા આપવી જોઇએ. અને તમામા લોકોએ એક થઇને આમાં સહકાર આપવો જ જોઇએ. અને જો આ લોકો પોતાની જાતને મુસ્લિમ સમજતા હોય તો ઇસ્લામ શરીયત મુજબ આ લોકોને રસ્તે ઉભા રાખીને પથ્થરથી મારીને મારી નાખવા જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT