બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Angelique Coetzee, doctor who detected Omicron variant, says India will see surge but cases will be mild
Hiralal
Last Updated: 02:47 PM, 25 December 2021
ADVERTISEMENT
ડોક્ટર એન્ગેલિક કોઈત્ઝીએ કહ્યું કે ભારતમાં ઓમિક્રોનના કેસ અને હાઈ પોઝિટીવીટી રેટમાં વધારો થશે પરંતુ સાઉથ આફ્રિકામાં જેવું બન્યું તેવું મોટાભાગના લોકોમાં ઈન્ફેક્શન હળવું રહેશે.
ADVERTISEMENT
પ્રવર્તમાન વેક્સિન ઓમિક્રોનને કાબુમાં લાવી દેશે
સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર એન્ગેલિક કોઈત્ઝીએ કહ્યું કે પ્રવર્તમાન વેક્સિન ઓમિક્રોનને કાબુમાં લાવી દેશે અને જે લોકોએ હજુ સુધી વેક્સિન લીધી નથી તેમના માટે 100 ટકા જોખમ છે. તેમણે કહ્યું કે હાલમાં દુનિયામાં જે પણ વેક્સિન ઉપલબ્ધ છે તે ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવો ઘટાડવામાં મદદ કરશે.
ડોક્ટર એન્ગેલિક કોઈત્ઝીએ સૌથી પહેલી વાર ઓમિક્રોન વેરિયન્ટની શોધ કરી હતી
ઉલ્લેખનીય છે કે ડોક્ટર એન્ગેલિક કોઈત્ઝીએ સૌથી પહેલી વાર ઓમિક્રોન વેરિયન્ટની શોધ કરી હતી તેમનું કહેવું છે કે કોરોના મહામારી હજુ પૂરી થઈ નથી અને આગામી દિવસમાં સ્થાનિક મહામારીમાં ફેરવાઈ જશે.
લાંબા સમય સુધી વાયરસ સાથે રહેવાથી કુદરતી રોગપ્રતિકાર શક્તિ વિકસીત થઈ જશે
વેક્સીન નિષ્ણાંત અને વૈજ્ઞાનિક ડૉ. ગગનદીપ કાંગેએ જણાવ્યું, "લાંબા સમય સુધી કોવિડની સાથે રહેવાના કારણે વધુમાં વધુ લોકો આ સંક્રમણનો અનુભવ કરશે અને માટે, તેના વિરૂદ્ધ એક પ્રાકૃતિક રક્ષા વિકસિત કરશે. વેક્સીનેશન બાદ, મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવનાઓ ખૂબ જ ઓછી થઈ જશે.
સાધારણ ફ્લૂ બની જશે કોરોના
વેલ્લોરના ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજિસ્ટે તે વિશે સમજાવતા જણાવ્યું કે, "માની લો કે આપણાં શરીર એક નવજાત બાળકની જેમ છે. બાળક શરૂઆતના વર્ષોમાં વધુ સંક્રમિત થઈ જાય છે. કારણ કે તેમને વાતાવરણથી વધુ પેથોગોન મળે છે. પરંતુ જેમ જેમ તે ધીરે-ધીરે મોટુ થાય છે. તે ઉપરાંત શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વિકસિત થાય છે અને ત્યાર બાદ બાળક વારંવાર બીરા નહીં પડે. માટે જેમ જેમ માણસનું શરીર કોરોના વાયરસના અલગ અલગ વેરિએન્ટનો સામનો કરશે લોકોની ઈમ્યુનિટી વધી જશે. ત્યાર બાદ એક સમય એવો આવશે કે કોરોના એક સાધારણ ફ્લૂની જેમ રહી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT