બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:04 PM, 15 July 2022
ADVERTISEMENT
આંધ્ર પ્રદેશ સહિત ભારતના દક્ષિણના ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાહનો કાદવમાં ડૂબી ગયા છે. આવી સ્થિતિમાં, વરસાદને કારણે દુલ્હન અને તેના પરિવાર નિરાશ થયા હતા. જો કે આમ છતાં કન્યાએ હાર ન માની અને વરરાજા સુધી પહોંચવા માટે બોટનો સહારો લીધો. હવે દુલ્હન હોડીમાં બેસીને વરરાજાના ઘરે જતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ચોમાસાને કારણે જુલાઈમાં લગ્ન યોજાયા હતા
વાયરલ થયેલી આ ઘટનાના એક વીડિયોમાં દુલ્હન, તેના પરિવાર અને સંબંધીઓ રંગબેરંગી સાડી પહેરીને બોટમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્યા અશોક અને દુલ્હન પ્રશાંતિના લગ્ન ઓગસ્ટની જગ્યાએ જુલાઈમાં થવાના હતા, જેથી ચોમાસાથી બચી શકાય. જો કે લગ્નના દિવસે જ વરસાદ શરૂ થઇ ગયો અને તે અટક્યો જ નહીં.
ADVERTISEMENT
બોટ દ્વારા જવાનું નક્કી કર્યું
આ હોવા છતાં, દુલ્હન અને તેના પરિવારે લગ્ન કરવા માટે વરરાજાના ઘરે બોટ દ્વારા જવાનું નક્કી કર્યું. આંધ્રપ્રદેશ 36 વર્ષના ગાળા બાદ સૌથી ભયાનક પૂરના આરે છે. ગોદાવરી નદી દર કલાકે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, જેના કારણે પશ્ચિમ ગોદાવરી અને કોન્સીમા જિલ્લાના મોટા ભાગના ગામો ડૂબી જવાની ભીતિ સેવાઈ રહી છે.
જુઓ વીડિયો
Fully decked up #BrideOnBoat, making her way to d groom's place along with family members: Prashanti & Ashok reportedly chose a date in July over August to have rain hassle-free wedding but a #TruantMonsoon left #AndhraPradesh's #Konaseema flooded #MonsoonWedding @ndtv @ndtvindia pic.twitter.com/iauxbSNIyQ
— Uma Sudhir (@umasudhir) July 15, 2022
ઘણા ગામો પૂરની ચપેટમાં
આંધ્રપ્રદેશના સેંકડો ગામો, મુખ્યત્વે લંકા (ગોદાવરીના કાંઠે આવેલા ટાપુના ગામો) પૂરની ઝપેટમાં છે. 15 જુલાઈ, શુક્રવારની સવાર સુધીમાં નદીમાં 19.05 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.