બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / andhra high court warn twitter

આદેશ / હાઈકોર્ટે TWITTERનો ઉધડો લીધો, ભારતમાં રહેવું હોય તો કાયદાનું પાલન કરો, નહીંતર બોરીયા બિસ્તરાં ઉપાડો

Pravin

Last Updated: 06:52 PM, 1 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે સોશિયલ મીડિયા દિગ્ગજ ટ્વિટરને ભારતીય કાયદાનું પાલન કરવા અથવા તો દેશ બહાર જતું રહેવાની આકરી ચેતવણી આપી દીધી છે.

  • આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે ટ્વિટરનો ઉધડો લીધો
  • ભારતમાં રહેવું હોય તો ભારતના કાયદાનું પાલન કરવાની અપીલ
  • વાંધાજનક કંટેટ હટાવાના આદેશ આપ્યા છતાં પણ ન હટાવ્યા 

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે સોશિયલ મીડિયા દિગ્ગજ ટ્વિટરને ભારતીય કાયદાનું પાલન કરવા અથવા તો દેશ બહાર જતું રહેવાની આકરી ચેતવણી આપી દીધી છે. હાઈકોર્ટની આ ચેતવણી ટ્વિટર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી હાઈકોર્ટ વિરુદ્ધ અપમાનજનક કંટેટને પાછા લેવાના આદેશનું પાલન કરવા સંબંધિત આપી છે. આ કેસમાં 7 ફેબ્રુઆરીએ સુનાવણી માટે પોસ્ટ કરવામાં આવી છે.

ચીફ જસ્ટિસ પ્રશાતં કુમાર મિશ્રા અને ન્યાયમૂર્તિ એમ. સત્યાનારાયણ મૂર્તિની અધ્યક્ષતાવાળી પીઠે સોમવારે કહ્યું કે, ટ્વિટે એ બતાવવું જોઈએ કે, આગામી સુનાવણી પહેલા વિરામ અને રોક આદેશ શા માટે નથી કરવામાં આવ્યા. તેમણે એ વાત પર પણ ભાર આપ્યો કે ટ્વિટર ભારતીય કાયદાની સાથે સંતાકુકડી રમી શકે નહીં અને જો તે ભારતમાં કામ કરવા માગે છે તો તેને દેશના કાયદાનું પાલન કરવું જોઈએ.

ટ્વિટર વિરુદ્ધ કાયવાહી શરૂ થઈ શકે છે 

પીઠે કહ્યું કે, એ સ્પષ્ટ રીતે અવમાનનો કેસ છે. અને ટ્વિટર વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી શરૂ થઈ શકે છે, પીઠે ગૂગલ વિરુદઅધ હાલમાં જ એક ચુકાદાનો હવાલો આપતા ફરિયાદ નોંધાવી હતી. અપમાનજનક કંટેટને પીઠને સોંપતા, સહાયક સોલિસિટર જનરલ એસ.વી. સીબીઆઈ તરફથી રજૂ થયેલા રાજૂએ કોર્ટનું ધ્યાન દોર્યું કે, આવી રીતે સોશિયલ મીડિયા પોસ્ટ હજૂ પણ ટ્વિટર પર દેખાઈ રહી છે. તેમ છતાં પણ કોર્ટ દ્વારા તેને પાછા ખેંચવાના આદેશ આપવામાં આવ્યા છે.  

યુટ્યૂબ અને ફેસબુકથી કોઈ વાંધો નથી, ખાલી ટ્વિટરથી છે તકલીફ

એસ.વી. રાજૂએ કહ્યું કે, ટ્વિટર એ લોકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી અપમાનજનક કંટેટ હટાવે છે, જે ભારતીય નાગરિક છે. જો કે, અપમાનજનક કંટેટને હજૂ પણ એ લોકો પાસેથી હટાવ્યા નથી, જે ભારતમાં રહે છે અને કોઈ વિદેશ સાથે પોતાના રાષ્ટ્રીયતા જાહેર કરે છે. તેમણે કહ્યું કે, યુટ્યબ અને ફેસબુકથી કોઈ વાંધો નથી, આ ફક્ત ટ્વિટરના મામલે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Accoutant High Court Social Media Twitter facebook Twitter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ