Andharpat in Anand Sardar Patel' hometown Karamsad
આણંદ /
સરદારની ભૂમિ કરમસદમાં અંધારપટ, નપાના પાપે લોકો ભોગ બન્યા, બિલ ન ભરતા કપાઈ ગયું વીજ જોડાણ
Team VTV11:37 PM, 27 Mar 23
| Updated: 11:38 PM, 27 Mar 23
કરમસદમાં નગરપાલિકાએ લાખો રૂપિયાનું વીજબિલ ન ભરતા મધ્ય ગુજરાત વીજ કંપનીએ સ્ટ્રીટ લાઇટનું જોડાણ કાપ્યું છે, સ્થાનિક લોકોએ મીણબત્તીથી નોંધાવ્યો વિરોધ
આણંદ સરદાર પટેલના વતન કરમસદમાં અંધારપટ
લાખો રૂપિયાનું વીજબિલ નગરપાલિકાએ ન ભરતા અંધારપટ
નગરપાલિકાના બાકી બિલને કારણે સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાયું
આણંદના સરદાર પટેલના વતન કરમસદમાં અંધારપટ છવાયો છે. લાખો રૂપિયાનું વીજબિલ નગરપાલિકાએ ન ભરતા અંધારપટ છવાયો છે. નગરપાલિકાના બાકી બિલને કારણે સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાયું છે.
પાલિકાના પાપે લોકોને હાલાકી
કરમસદમાં નગર પાલિકાના પાપે સ્થાનિકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. લાખો રૂપિયાનું વીજબિલ નગરપાલિકાએ ન ભરતા અંધાર પટ છવાયો છે. નપાના બાકી બિલના કારણે સ્ટ્રીટ લાઈટનું જોડાણ કપાયું છે. અંધારામાં સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે.
લોકોનો અનોખો વિરોધ
સ્ટ્રીટ લાઈટનું જોડાણ કપાતા સ્થાનિક લોકોએ મીણબત્તી લઇને જાહેર માર્ગ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. નગરપાલિકાએ રૂપિયા 1.88 લાખનું વીજબિલ ભરવાનું બાકી હોવાથી મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ કનેકશન કાપ્યું છે.
ઉત્તર ગુજરાતમાં કેટલી નગર પાલિકાનું કેટલું બિલ બાકી છે તે જાણો...