અંડમાન-નિકોબારમાં આજે સતત બીજા દિવસે પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
અંદમાન અને નિકોબારમાં ભૂકંપના ઝટકા
વહેલી સવારે આવ્યા ઝટકા
લોકો ઊંઘમાંથી ઉઠીને ભાગ્યા
અંદમાન-નિકોબારમાં આજે સતત બીજા દિવસે પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, સવારે 5 કલાકને 56 મીનિટ પર આવેલા ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી હતી. આ અગાઉ કાલે પણ અંડમાન-નિકોબહાર દ્વિપ સમુહમાં ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા હતા.
An earthquake of magnitude 4.6 occurred at around 5.56 am, in the Andaman Sea, today: National Center for Seismology
કાલે સવારે પણ 5 કલાકને 57 મીનિટે અચાનક અંદમાન અને નિકોબારમાં ધરતી ધણધણી હતી. સવારના સમયે મોટા ભાગના લોકો પોતાના ઘરોમાં સુઈ રહ્યા હોય છે. ભૂકંપના ઝટકાથી લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. લોકો પોતાના ઘરોમાંથી બહાર નિકળી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પોર્ટ બ્લેયરથી 215 કિમી દૂર હતું.
ભૂકંપના ઝટકા ખૂબ તેજ હતા, પણ તેનાથી કોઈ પણ નુકસાનના સમાચાર આવ્યા નથી. અહીં ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા એટલે કે 4 જૂલાઈએ અંડમાન નિકોબારમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 4.4 નોંધાઈ હતી. 4.4 તિવ્રતાના ભૂકંપનું કેન્દ્ર પોર્ટ બ્લેયરથી 256 કિમી દક્ષિણ પૂર્વમાં હતું. અંડમાન નિકોબારમાં એક દિવસ પહેલા આવેલા ભૂકંપમાં કોઈ નુકસાન થયું નહોતું.