બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રાચીન ત્રંબાવટી નગરી અને આજનું ખંભાત, વહાણવટી માતાના 900 વર્ષ જૂના મંદિરનો ઈતિહાસ અને રસપ્રદ કથા
Last Updated: 06:30 AM, 24 July 2024
આણંદ જિલ્લાના ખંભાતથી સાત કિલોમીટરના અંતરે રાલજ ગામના દરિયા કિનારે સિકોતર વહાણવટી માતાજીનુ 900 વર્ષ પૌરાણિક મંદિર આવેલુ છે. માતાજીનુ મંદિર પહેલા નાનુ હતુ થોડા વર્ષ પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે. વહાણવટી માતાજીનુ મંદિર દૂર દૂરથી દર્શને આવતા માઇ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
ADVERTISEMENT
900 વર્ષ પુરાણું મંદિર
ADVERTISEMENT
ગુજરાતના અંતરિયાળ માર્ગોમાં નિસર્ગતાના સાનિધ્યમાં એવા કેટલાય તીર્થ સ્થાનો આવેલા છે જ્યાં પ્રવાસીઓને માહિતીના અભાવે પહોંચવું કઠીન બની રહે છે. ખંભાત શહેરથી સાત કિલોમીટરના અંતરે રાલજ ગામના દરિયા કિનારે 900 વર્ષ પૌરાણિક સિકોતર વહાણવટી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે.માતાજીનુ મંદિર પહેલા નાનુ હતું થોડા વર્ષો પહેલા જ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મોટુ મંદિર બનાવવામાં આવ્યું છે
માર્કન્ડ ઋઃષિએ લખેલી આરતીમાં છે ઉલ્લેખ
સમુદ્ર સપાટીથી ઊંચાઈ ઉપર આવેલા વહાણવટી માતાજીના મંદિરનો ઇતિહાસ પણ ભવ્ય છે.ખંભાત શહેર એક સમયે ધમધમતું બંદર હતું ખંભાત બંદરે અનેક વહાણો આવન જાવન કરતા હતા અને ખંભાતનું નામ "ત્રંબાવટી નગરી " હતું. માર્કન્ડ ઋષિએ જ્યારે માતાજીની આરતી લખી ત્યારે સ્વંય માતાજી અહીં બિરાજમાન હતા. માતાજીના દર્શને દૂરદૂરથી દર્શનાર્થીઓ નિયમિત મંદિરે આવે છે. માતાજી પ્રત્યેની તેમની શ્રદ્ધા અતૂટ છે અને માતાજીના તેમના પર સદાય આશીર્વાદ વરસતા રહે છે એટલે જ વારે તહેવારે તે ભાવિકો મંદિરે આવવાનુ ચુકતા નથી.
ખંભાતથી બંદરે જે વહાણો વિદેશ ગયા હોય અને પાછા આવતા તે દરિયાઈ રસ્તો ચુકી જતા હતા ત્યારે અહીં બિરાજમાન માં વહાણવટી સિકોતર માતાની માનતા રાખતા હતા તે સમયે મંદિરની પાછળ આવેલ 300 વર્ષ પુરાણા સ્થંભ ઉપર દીપ પ્રગટ થતો અને વહાણ ચાલકને ખંભાતના બંદરનો માર્ગ મળતો હતો. એટલે વહાણ ચાલકો માતાજીની માનતા પુરી કરતા અને તેથી જ અહીં સિકોતર માતાને વહાણવટી માતાજીનું નામ આપવામાં આવ્યું હતું તેવી લોકવાયકા છે.
વર્ષ 1983થી મંદિરના ચોકમાં ભવ્ય ગરબાનું આયોજન
વહાણવટી માતાજીના મંદિર સાથે અન્ય પણ લોકવાયકા જોડાયેલી છે. નવરાત્રી દરમિયાન માતાજી સખીઓ સાથે ગરબે ઘુમતા અને તેનો અવાજ આજુબાજુના ખેડુતોને સાંભળવા મળતો જેથી વર્ષ 1983 થી મંદિરના ચોકમાં ભવ્ય ગરબાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે.માર્કન્ડ ઋષિએ લખેલી માતાજીની આરતીમાં આજે પણ એક કડી ગવાઈ રહી છે " ત્રંબાવટી નગરી માં રૂપાવટી નગરી". ખંભાતવાસીઓ માતાજીના દર્શન કરવા નિયમિત મંદિરે આવે છે શનિવાર, રવિવાર અને ગુરુવારે મંદિરે ભાવિકોનુ માનવ મહેરામણ ઉમટી પડે છે. ખંભાત અને રાજ્યના બીજા અનેક શહેરોમાંથી પણ દર્શનાર્થીઓ માતાજીના શરણે આવી શાંતિનો આહેસાસ કરે છે.
આ પણ વાંચો: મહિનાની આ તારીખોમાં જન્મેલા લોકો હોય છે મહેનતુ અને કંજૂસ
માતાજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે
ખંભાતમાં રાલજ ગામના દરિયા કિનારે આવેલુ આ મંદિર આજે લાખો માઇ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિરે દૂર દૂરથી માઇ ભક્તો દર્શન કરવા ઉમટે છે અને માતાજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. જેમના કુળદેવી વહાણવટી માતાજી છે તે લોકો પોતાના કુટુંબમાં કોઈના પણ લગ્ન હોય ત્યારે પહેલી કંકોત્રીનુ આમંત્રણ માતાજીને આપવા આવે છે અને લગ્ન બાદ દંપતિ સજોડે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવે છે. ભાવિકો માતાજીના દર્શન કર્યા બાદ મંદિરે બારેમાસ ચાલતા ભંડારાનો લાભ લઈ દરિયા કિનારે રમણીય વાતાવરણમાં દિવસ વિતાવતા હોય છે.મંદિરની બાજુમાં જ દરિયા કિનારે સરસ મજાની ચોપાટી પણ બનાવવામાં આવેલી છે જે ભક્તો માટે દર્શન સાથે પીકનીક કેન્દ્ર બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT