બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / કોડીનારમાં પ્રાચીન નરસિંહ મંદિર, 600 વર્ષ પહેલા સ્વામીએ કરી પૂજા, આજે પણ સંભળાય તેમની ચાખડીનો અવાજ
Last Updated: 06:30 AM, 22 June 2024
ગીર સોમનાથનાં કોડીનાર ખાતે અતિ પ્રાચીન નૃસિંહજી ભગવાનનું મંદિર આવેલું છે. સમગ્ર ભારતમાં અતિ પ્રાચીન નૃસિંહજીના કુલ 11 મંદિર આવેલા છે. જે પૈકીનું એક મંદિર કોડીનાર ખાતે આવેલું છે. નૃસિંહ જયંતીના દિવસે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ મંદિરે રચાય છે. અને ભાવિકો ભગવાન નૃસિંહજી પ્રાગટ્યોત્સવને માણે છે. ગીરના કોડીનાર ખાતે આવેલા નૃસિંહજી ભગવાનનું મંદિર સમગ્ર ભારતના મુખ્ય 11 અતિ પ્રાચીન નૃસિંહજી મંદિર પૈકીનું એક પ્રાચીન મંદિર છે. વર્ષોથી વૈશાખ સુદ ચૌદસનાં દિવસે ભગવાન નૃસિંહજી પ્રાગટ્યોત્સવ ઉજવાય છે. સંધ્યા સમયે ભગવાન નૃસિંહજીનું પ્રાગટ્ય થાય છે. અતિ ક્રૂર રાજા હિરણ્ય કશ્યપુનો અંત લાવી ભગવાન નૃસિંહજીએ પોતાના ભક્ત પ્રહલાદને સાક્ષાત દર્શન આપી હિરણ્ય કશ્યપૂનાં ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી.
ADVERTISEMENT
કોડીનાર ખાતે પ્રાચીન નરસિંહ મંદિર
ADVERTISEMENT
ગીર સોમનાથ જિલ્લાનું એક માત્ર પુરાતન નૃસિંહજી મંદિર કોડીનારમાં આવેલું છે. પાંચ હજાર વર્ષ પહેલાના આ મંદિરનું અત્યાર સુધીમાં બે વખત રીનોવેશન કરવામાં આવ્યું છે. નૃસિંહજી મંદિરે કનકાઈ માતાજી, શીતળા માતાજી તથા કાશી વિશ્વનાથ મહાદેવ પણ બિરાજમાન છે. હનુમાનજી અને ગણેશજીની પ્રાચીન પ્રતિમાઓ પણ મંદિરમાં દર્શનીય છે. વિષ્ણુ ભગવાનના ચોથા અવતાર ગણાતા નૃસિંહ ભગવાન સાક્ષાત બિરાજે છે. મંદિરે નૃસિંહ ચૌદશની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સેંકડો ભાવિકો ભગવાન નૃસિંહજી પ્રાગટ્યોત્સવને માણે છે. ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક શહેરો અને ગ્રામ્ય પંથકમાંથી ભાવિકો દર્શને આવે છે. નૃસિંહ ભગવાનની માનતા રાખે છે. અને ભગવાન સૌની માનતા અને મનોકામના પૂર્ણ કરે છે. નૃસિંહ ભગવાનના પરમ ભક્ત પ્રહલાદને ભગવાને સ્થંભમાંથી પ્રગટ થઈ બચાવી હિરણ્ય કશ્યપુનો પોતાના નખ વડે વધ કર્યો હતો ત્યારબાદ ભગવાનનો ક્રોધ ભક્ત પ્રહલાદે શાંત કર્યો ત્યારે ભગવાન પોતાના પ્રિય ભક્ત પ્રહલાદને તેડીને ભેટે છે. તે ઘટનાની પ્રાચીન મૂર્તિ મંદિરમાં દર્શનીય છે. ગીરના કોડીનાર ખાતે બ્રહ્મપુરી નજીક આવેલુ પ્રાચીન નૃસિંહજી મંદિર અનેક લોકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે. પાંચ હજાર વર્ષ પહેલાના આ મંદિરનો ઉલ્લેખ સ્કન્ધ પુરાણમાં પણ જોવા મળે છે.
ગર્ભગૃહમાં જતા જ પરમ શાંતિની અનુભૂતિ થાય
મંદિરનુ બાંધકામ નાગર શૈલીનું છે. જીણી-જીણી કોતરણી અને પુરાતન કમાનો મંદિરની શોભા વધારે છે. મંદિરનાં ગર્ભગૃહમાં જતા જ પરમ શાંતિની અનુભૂતિ થાય છે. અબાલ વૃદ્ધ સૌને ભગવાન નૃસિંહજી પર પરમ શ્રદ્ધા છે. અને મંદિરમાં આવી શાંતિનો આહેસાસ કરે છે. ભગવાન નૃસિંહજીની જે કોઈ માનતા રાખે છે તેની માનતા એક વર્ષમાં પુરી થાય છે. અનેક રોગોમાંથી ભગવાન નૃસિંહજી પીડિતને મુક્તિ આપે છે. ભગવાનને પ્રસાદમાં પેંડા,ઠંડાઈ અને શીતળ જળ ધરવામાં આવે છે. આ જગ્યા સનાતની સન્યાસીની છે. જનાર્દન સ્વામીની જીવતી સમાધિ પણ છે. લોક વાયકા અનુસાર જનાર્દન સ્વામી ઘણી વખત અહીંથી ચાલીને જતા હોય તેમ ચાખડીનો અવાજ પણ આવે છે.
વાંચવા જેવું: ગોળનો એક ટુકડો જગાડી શકે છે તમારી સુતેલી કિસ્મત, વધશે સુખ-સમૃદ્ધિ, જાણો કઈ રીતે કરશો તેનો ઉપયોગ
ભગવાન નૃસિંહજી પોતે જમીન જાગીરદાર હતા
દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ સંતને પણ શીશ નમાવે છે. 600 વર્ષ પહેલા જનાર્દન સ્વામી નૃસિંહ ભગવાનની પૂજા કરતા હતા. આ મંદિરને જાગીર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન નૃસિંહજી પોતે જમીન જાગીરદાર હતા. મંદિર પાસે સેંકડો વિઘા જમીન હતી.'ખેડે એનું ખેતર રહે તેનું ઘર' યોજના બાદ આ જમીન જે ખેડૂતો ખેડતા હતા તેઓને મળી ગઈ. શ્રદ્ધા આસ્થા સાથે ભાવિકો મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને શાળામાંથી આવતા વિદ્યાર્થીઓ પણ મંદિરના ઈતિહાસને જાણી ગૌરવ અનુભવી વારંવાર મંદિરે આવવાની ઈચ્છા રાખે છે. મંદિર નજીકમાં આવેલું જંગલેશ્વર મહાદેવનું મંદિર પણ નૃસિંહજી મંદિર ટ્રસ્ટના નેજા તળે વિકાસ પામી રહ્યું છે. આ પ્રાચીન નૃસિંહજી મંદિરનો વિકાસ થાય તેમજ આ પુરાતન મંદિરને તીર્થ સ્થળ તરીકે વિકસાવવુ આવકાર્ય છે. મંદિરમાં આરતી સમયે મંદિરમાં દિવ્યતાના દર્શન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.