VIRAL / ફરી અનન્યા અને સાઉથના સુપરસ્ટારની એવી તસ્વીર વાયરલ થઈ કે ફેન્સ બોલ્યાં 'અનાકોંડા'

ananya pandey and vijay deverakonda pics from their film sets go viral fans says anaconda

તેલુગૂ સુપરસ્ટાર અને નોર્થ ઇન્ડિયામાં અર્જૂન રેડ્ડીના નામથી ઓળખાતા જાણીતા એક્ટર વિજય દેવરકોંડા એકવાર ફરી ચર્ચામાં છે. ટૂંક સમયમાં તે બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની સાથે રૂપેરી પડદે દેખાશે. આ બંને સ્ટાર્સ તેમની અપકમિંગ ફિલ્મ ફાઈટરની મુંબઈમાં શૂટિંગ કરી રહ્યાં છે અને ફરી એકવાર તેમના ફિલ્મની શૂટિંગની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જે બાદ આ બંનેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. જ્યાં કેટલાક ફેન્સ આ જોડીને હોટ કપલ ગણાવી રહ્યાં છે તો કેટલાકે તો અનન્યા અને દેવરકોંડા નામને જોડીને આ કપલને અનાકોંડા નામ આપી દીધું છે.

બ્રેકિંગ ન્યૂઝ