બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / વીડિયોઝ / Bollywood / બોલિવૂડ / 'આજા માહી..' ગીત પર સંજય દત્ત સાથે અનંત અંબાણીનો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો

મનોરંજન / 'આજા માહી..' ગીત પર સંજય દત્ત સાથે અનંત અંબાણીનો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો

Last Updated: 11:24 PM, 12 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ગણતરીના સમયમાં સાત ફેરા લેવા જઈ રહ્યા છે.

Anant Ambani Dance Video: વરરાજા રાજા અનંત અંબાણીએ જાન લઇને જતા હતા ત્યારે ખૂબ ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન અભિનેતા સંજય દત્ત પણ ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ગણતરીના સમયમાં સાત ફેરા લેવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા તેમના ગ્રુમ લુક સામે આવ્યો છે. પોતાના આખા પરિવાર સાથે લગ્ન સ્થળે પહોંચી ગયા છે. નાચતા કુદતા લગ્નની જાન લઇને પહોચ્યા છે. વરરાજાએ પણ પોતાના લગ્નમાં જોરદાર ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આજા માહી ગીત પર વરરાજા અનંત અંબાણીએ લગ્નની જાન લઇ જતા સમયે ડાન્સ કર્યો હતો. આ દરમિયાન અભિનેતા સંજય દત્ત પણ ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. અર્જુન કપૂર, અનન્યા પાંડે અને જાહ્નવી કપૂર પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

દુલ્હાના રૂપમાં સુંદર દેખાયો અનંત

અનંત અંબાણીએ શુભ લગન સમારોહ માટે કેસરી રંગની શેરવાની પહેરી હતી. આ શેરવાની પર હાથી ડિઝાઈન કરેલા બ્રૂચે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અનંતે લાલ પાઘડી સાથે પોતાનો લુક પૂરો કર્યો. આ દરમિયાન વરરાજા ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા.

Anant-Ambani

લગ્ન પહેલા પરિવાર સાથે પોઝ આપ્યો

અનંત અંબાણી આજે જિયો વર્લ્ડ સેન્ટરમાં રાધિકા મર્ચન્ટ સાથે ફેરા ફરશે. લગ્ન પહેલા વરરાજાએ તેના પરિવાર સાથે પોઝ પણ આપ્યો હતો. આ દરમિયાન મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા મહેતા, ઈશા અંબાણી, આનંદ પીરામલ અને અનંત અંબાણી સાથે જોવા મળ્યા હતા.

વધું વાંચોઃ અનંતના લગ્નમાં મુકેશ અંબાણી થયા ભાવુક, વહુ રાધિકાને ગળે લગાવતા સર્જાયા લાગણીસભર દ્રશ્યો

લગ્નમાં દેશ-વિદેશની હસ્તીઓ પહોંચી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનો પહોંચ્યા છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, જેકી શ્રોફથી લઈને જોન સીના અને કિમ કાર્દાશિયન આ શાહી લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા છે. ક્રિકટરો પણ પરિવાર સાથે પહોચ્યા છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani Wedding Anant Ambani Dance Video Sanjay Dutt
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ