બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / વિશ્વ / વિદેશમાં પણ અનંત અંબાણીનો ઝીરો એટીટ્યુડ, બોંજોર કહી જીત્યા ચાહકોના દિલ, જુઓ વીડિયો
Last Updated: 11:26 AM, 5 August 2024
અનંત અંબાણી અને રાધિકા અંબાણીના લગ્ન 12 જુલાઈએ થયા. તેમના લગ્નનો બઝ હજુ ઈન્ટરનેટ પર છે અને કપલના ફોટો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે. હાલ તેઓ હનીમૂન માટે ફ્રાંસમાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ત્યાં જ તેમના ઘણા ફોટો સામે આવ્યા છે જેમાં તેઓ રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે. તે એક સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં અનંત અંબાણી ફરી લોકોના દિલ જીતી રહ્યા છે.
અનંતની સાદગીએ જીત્યા લોકોના દિલ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અનંત પોતાની કારમાંથી બહાર નિકળે છે અને ફેંસનું અભિવાદન કરે છે. તે હસતા હસતા સેલ્ફી પણ ક્લિક કરાવે છે. પરંતુ ફેન જ્યારે તેમના ખભા પર હાથ મુકે છે તો તેમનો બોડીગાર્ડ તેનો હાથ લઈ લે છે.
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું તે ફ્રેન્ચ બોલે છે તો અનંતે કહ્યું "ના" છતાં અનંતે હસતા હસતા "બોંજોર" કહીને ફેંસનું સ્વાગત કર્યું. બોંઝોર ફ્રેન્ચ શબ્દ છે. જેનો અર્થ સ્વાગત થાય છે.
વાયરલ થઈ રહ્યો છે વીડિયો
તે તેમને એમ પણ પુછે છે કે તે ક્યાંથી છે. જ્યારે વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ તેમની સાથે ફોટો ક્લિક કરવા માટે પુછે છે તો અનંત વિનમ્રતાથી કહે છે. આવો આવો. આ વચ્ચે રાધિકા ફેંસને જોઈને સ્માઈલ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.