બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:55 PM, 12 July 2024
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આજે (12 જુલાઈ 2024) મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતના લગ્નમાં હાજરી આપવા દેશ અને દુનિયામાંથી મહેમાનો આવી રહ્યા છે. આજે અનંત તેની દોસ્ત અને મુકેશ અંબાણીના નજીકના સાથી વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેઓ પોતાના પુત્રના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે. અનંત અંબાણીની વાત કરીએ તો પોતાના ફેમિલી બિઝનેસ સાથે જોડાયેલા અનંત અંબાણી પણ કેટલાક સો કરોડના માલિક છે. તો ચાલો જાણીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની નેટવર્થ, તેમની કારકિર્દી, શિક્ષણ વિશે.
ADVERTISEMENT
કોણ છે અનંત અંબાણી?
ADVERTISEMENT
અનંત અંબાણી મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર છે. તેમણે બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. આ પછી, અનંત તેની મોટી બહેન અને ભાઈ - ઈશા અને આકાશ અંબાણીની જેમ ફેમિલી બિઝનેસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જોડાઈ ગયા.
અનંત અંબાણીની નેટ વર્થ
અનંત અંબાણી તેમના પિતા મુકેશ અંબાણીની 122.5 બિલિયન ડોલરની સંપત્તિના વારસદાર છે. અનંત અંબાણી 2020થી રિલાયન્સના એનર્જી બિઝનેસની દેખરેખ કરી રહ્યા છે અને તેઓ તેને 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનાવવા માગે છે. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડમાં પણ છે અને ટેક કંપની જિયો પ્લેટફોર્મ લિમિટેડમાં ડિરેક્ટર છે. તેઓ મે 2022 થી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ સાથે સંકળાયેલા છે. અનંતની કુલ નેટવર્થ લગભગ 40 બિલિયન ડોલર છે.
પ્રાણીઓ પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવતા અનંત અંબાણી એક એનિમલ એક્ટિવિસ્ટ પણ છે. માર્ચમાં તેમના પ્રી-વેડિંગ ફંક્શન પહેલા અનંતે જામનગરમાં 3000 એકરનો પ્રોજેક્ટ વનતારા શરૂ કર્યો હતો. આ સેન્ટરમાં હાથીઓની સંભાળ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તેમના ખાનપાનથી લઈને તબીબી સુવિધાઓનો સમાવેશ થાય છે.
કોણ છે રાધિકા મર્ચન્ટ?
રાધિકા મર્ચન્ટનો જન્મ 1994માં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિ વિરેન અને શૈલા મર્ચન્ટને ત્યાં થયો હતો. વિરેન મર્ચન્ટે એન્કોર હેલ્થકેરની શરૂઆત કરી હતી અને તે મુકેશ અંબાણીના નજીકના મિત્ર છે. વિરેન મર્ચન્ટની ગણતરી ભારતના સૌથી ધનિક અબજોપતિઓમાં પણ થાય છે. રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો અને ભારત પરત ફર્યા બાદ તે તેના માતા-પિતાના વ્યવસાયમાં જોડાઈ ગઈ. રાધિકા હવે તેની બહેન અંજલી સાથે એન્કોર હેલ્થકેરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે.
તેની LinkedIn પ્રોફાઇલ મુજબ, રાધિકાએ ઘણી ઇન્ટર્નશીપ કરી છે અને લક્ઝરી રિયલ એસ્ટેટ ડેવલપર ઇસ્પ્રાવામાં પણ કામ કર્યું છે. જણાવી દઈએ કે ઇસપ્રવા કંપની નાદિર ગોદરેજ, આનંદ પીરામલ અને ડાબર ઈન્ડિયાના બર્મન પરિવારની છે.
આ પણ વાંચો: ગોરી ખોલ દરવાજા... અનંત-રાધિકાના લગ્નનો જાનથી લઈ વરમાળા સુધીનો ટાઈમિંગ, ડ્રેસ કોડ આકર્ષક
રાધિકા એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે. તેણે 8 વર્ષ સુધી મુંબઈની શ્રી નિભા આર્ટસ એકેડમીમાં ક્લાસિકલ ઈન્ડિયન ડાન્સની તાલીમ લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાધિકા મર્ચન્ટની નેટવર્થ હાલમાં લગભગ 10 કરોડ રૂપિયા છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત તેમના પારિવારિક વ્યવસાય-એનકોર હેલ્થકેરમાંથી આવે છે. જોકે, અનંતની જેમ રાધિકા પણ તેના માતા-પિતાની મિલકતની વારસદાર છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.