અનંત અંબાણી દ્વારકા દર્શને, નવા વર્ષના દિવસે દ્વારકાધીશની કરી પૂજા અને....

By : vishal 05:43 PM, 08 November 2018 | Updated : 05:43 PM, 08 November 2018
નવાં વર્ષના દિવસે દ્વારકાધીશના દર્શન કરવા માટે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી સાથે રાધીકા મરચન્ટ આવી પહોચ્યા હતાં. પુંજારી દ્વારા ચરણ પાદુકા પુંજન તેમજ ગોવર્ધન પુંજા કરાવામાં આવી હતી. ભગવાન દ્વારકાધીશને તેમની અનંતના બહેન ઇશીતા અંબાણીની લગ્નની કંકોતરી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી હતી. 

ભોગભંડારની હાલત જોઇને અનંત અંબાણીએ 2021માં કાયદાકિય પ્રક્રિયા કર્યા બાદ નવીનીકરણ કરવાની ખાત્રી આપી હતી. ભગવાન દ્વારકાધીશ ભોગપ્રસાદ ગ્રહણ કરી અને શારદાપીઠની અંદર આવેલ શિંગાર સેન્ટરમાં બાલ ગોપાલના વસ્ત્રની ખરીદી કરી હતી. 

આ તકે અનંત અંબાણી મીડિયા સમક્ષ વધુ કંઇ જણાવ્યા સિવાય દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને જોવા માટે લોકોનું ટોળું વળ્યું હતું. જોકે પોલીસના બંદોબસ્ત વચ્ચે અનંત અને રાધિકાએ દ્વારકાધિશના દર્શન કર્યા હતાં. આ ઉપરાંત ભગવાનની પૂજા-અર્ચના પણ કરી હતી.રાધિકા જાણીતા ઉદ્યોગપતિ ઘરાણા મર્ચન્ટ પરિવારની છે. તેના પિતા વિરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેર, એન્કર પોલિમર, હેલસ્યોન લેબ્ઝ જેવી કંપનીઓ ધરાવે છે. કચ્છી ભાટિયા કુટુંબના વિરેન મર્ચન્ટના પિતા અજીતકુમાર ગોરધનદાસ મર્ચન્ટ (ખટાઉ) પણ ધીરુભાઈ અંબાણીની જેમ જ સાધારણ ટ્રેડરમાંથી અગ્રણી ઉદ્યોગપતિ બન્યા હતા.Recent Story

Popular Story