બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શોહરાબુદ્દીન જેવું ! ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટરમાં પોલીસ અધિકારીઓ સામે હત્યાનો કેસ

રાજસ્થાન / શોહરાબુદ્દીન જેવું ! ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટરમાં પોલીસ અધિકારીઓ સામે હત્યાનો કેસ

Last Updated: 06:03 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસમાં 5 પોલીસ અધિકારીઓ સામે હત્યાનો કેસ દાખલ કરવાનો આદેશ કોર્ટે આપ્યો છે.

24 જુન 2017ના રાજસ્થાનના ચકચારી ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસમાં 5 પોલીસ અધિકારીઓ સામે ગાળિયો કસાયો છે. જોધપુર હાઈકોર્ટે ગેંગસ્ટરના પરિવારની અરજી પર સુનાવણી કરતાં એન્કાઉન્ટરમાં સંડોવાયેલા 5 પોલીસ અધિકારીઓ સામે હત્યાનો કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

કયા પોલીસ અધિકારીઓ સામે હત્યાનો કેસ

એન્કાઉન્ટરમાં સામેલ તત્કાલીન ચુરુ એસપી રાહુલ બરહટ, તત્કાલીન એડિશનલ એસપી વિદ્યા પ્રકાશ ચૌધરી, ડીએસપી સૂર્યવીર સિંહ રાઠોડ, આરએસી હેડ કોન્સ્ટેબલ કૈલાશ સામે હત્યાનો કેસ ચાલશે.

શું હતો પરિવારનો આરોપ

આનંદપાલના પરિવારે એન્કાઉન્ટરને નકલી ગણાવીને કોર્ટમાં કેસ કર્યો હતો. આનંદપાલની પત્નીના વકીલે દલીલ કરી હતી કે આનંદપાલના શરીર પર ઈજાના નિશાન છે. પોલીસ દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે આનંદપાલને ખૂબ જ નજીકથી ગોળી મારવામાં આવી હતી, જે નકલી એન્કાઉન્ટર તરફ ઈશારો કરે છે. અન્ય પુરાવાઓ પણ સાબિત કરે છે કે આ નકલી એન્કાઉન્ટર હતું.

વધુ વાંચો : પતિ-પત્ની અને 4 વર્ષનો અધિરાજ રાખમાં રોળાયાં, પ્લેન ક્રેશમાં આખો પરિવાર ખતમ

કેવી રીતે થયું એન્કાઉન્ટર

24 જુન 2017ના દિવસે આનંદપાલ સાલાસરમાં છુપાયો હોવાની બાતમી મળતાં એસઓજીએ ઘેરો ઘાલ્યો અને આનંદપાલને પકડવાનો પ્રયાસ કર્યો. પોલીસે જણાવ્યું હતું કે જેવી પોલીસ ટીમ ત્યાં પહોંચી, આનંદપાલે ઘરની છત પરથી પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબમાં એસઓજીએ પણ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં આનંદપાલનું મોત થયું હતું. તેને 6 ગોળી વાગી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે આનંદપાલને પકડવામાં લગભગ 8 થી 9 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ શોહરાબુદ્દીનનું નકલી એન્કાઉન્ટર ખૂબ ગાજ્યું હતું તેમાં પણ કેટલાક પોલીસ અધિકારીઓની સંડોવણી હતી.

દાઉદ ઈબ્રાહિમને હીરો માનતો

આનંદપાલ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને આદર્શ માનતો હતો અને દાઉદના દરેક સમાચારને ખાસ વાંચતો હતો. આનંદપાલ જ્યારે જેલમાં હતો ત્યારે તે દાઉદ પર લખેલા પુસ્તકો વાંચતો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anandpal encounter Anandpal encounter case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ