બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ખાખીની દાદાગીરી! પોલીસે દીકરીની હાજરીમાં જ ફરિયાદી પિતાને માર્યો માર, વીડિયો સાંખી ન લેવાય તેવો
Last Updated: 10:55 PM, 16 January 2025
પોલીસ સારું કામ કરે તો તેને ચોક્કસથી વખાણવી જોઇએ. પરંતુ દિવસ ઉગતાની સાથે જ રાજ્યમાં એવા કિસ્સા સામે આવ્યો કે, જેને જોઇને લાગુ રહ્યું હતું કે, પોલીસ પ્રશંસામાં છકી ગઇ છે. ખાખીની અધિરાઇ, અતિરેક અને આપખુદશાહીનો વધુ એક કિસ્સો આણંદથી સામે આવ્યો છે. આણંદની ગામડી પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિને જ ગામઠી ચોકીના પોલીસકર્મીઓએ લાફા માર્યા. મારપીટ કરી, ફરિયાદીની દીકરી સામે ગંદી ગાળો બોલી દીકરીને પણ ધક્કે ચડાવી.
ADVERTISEMENT
ફરિયાદીને માર મારવાના કેસમાં ગંભીર આરોપ
ADVERTISEMENT
ગામડી પોલીસ ચોકીમાં ફરિયાદીને જ માર મારવાની ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસની બેશરમી પર સવાલો પેદા થઇ રહ્યા છે. આખી ઘટના એમ છેકે અશોક ચૌહાણ નામના ફરિયાદી તેમના ભાઇને ટક્કર મારનાર ટેમ્પો ચાલકને લઇને પોલીસ સ્ટેશન ગયા હતા. અશોક ચૌહાણે પોલીસ સમક્ષ ટેમ્પો ચાલક સામે ફરિયાદ લેવા જણાવ્યું પણ પોલીસચોકીમાં હાજર જવાનોએ ફરિયાદી અશોક ચૌહાણ સાથે જ લાફાવાળી શરૂ કરી દીધી. અશોક ચૌહાણને દીકરીની સામે ગંદી ગાળો બોલવામાં આવી અને આખરે તેમના પરિવારજનોએ તેમને છોડાવ્યો ત્યારે પોલીસકર્મીઓએ તેમને છોડ્યો. ફરિયાદીને એટલો માર મારવામાં આવ્યો કે તેના કાન સહિત માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટના સમયે હાજર દીકરીએ કહ્યું કે 4 પોલીસકર્મીઓએ પિતા પર હુમલો કર્યો. ચોકીમાં હાજર પોલીસ જવાનો દારૂના ચિક્કાર નશામાં ધૂત હતા. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓએ ફરિયાદ નોંધી છે
આ પણ વાંચો: 'અમારી ભૂલ થઈ ગઈ માફ કરો માફ..' રાજકોટમાં ચાની હોટલ પર ધમાલ કરનારાની પોલીસે કાઢી હવા
ખાખી હેવાનિયત આચરે તો લોકો કોના પર કરશે ભરોસો?
જો કે સમગ્ર ઘટનામાં ફરી પોલીસની હેવાનિયત સામે આવ્યા બાદ અનેક સવાલો પેદા થયા છે. છાશવારે પોલીસની દાદાગીરી અને રીતસર લુખ્ખાગીરી સામે આવી રહી છે. તેવામાં સવાલ એ છેકે ખાખી આવી હેવાનિયત આચરશે તો જનતા કોના પર ભરોસો કરશે? દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાની જેના પર જવાબદારી છે તેવા પોલીસ જવાનો દારૂના નશામાં ચૂર થઇ ફરિયાદીને માર મારે આ તો કેવી રીતે સાંખી લેવાય? શું દારૂના નશામાં ચૂર 4 પોલીસ જવાનો સામે SP હિમકર સિંહ કાર્યવાહી કરશે? દીકરીની સામે ગંદી ગાળો બોલી ધક્કે ચડાવનાર પોલીસ જવાનોને કોણ ખાખીની જવાબદારી સમજાવશે? કેમ કાયદો વ્યવસ્થાનું પાલન કરતા નિર્દોષ નાગરિકો પર આણંદ પોલીસ દાદાગીરી કરી રહી છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.