બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Anand news Kalamsar Rohan Dyes Company GPCB Chemical water Chorkhadi Check Dam
Vishnu
Last Updated: 07:04 PM, 28 July 2022
ADVERTISEMENT
ખંભાતના કલમસર ગામ ખાતે આવેલ ચોરખાડી ચેક ડેમ ઝેરી કેમિકલના પાણીથી દૂષિત થઈ રહ્યો છે. કલમસરની રોહન ડાઈઝ નામની કેમિકલ કંપની દ્વારા ચોમાસુ પાણીની આડમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા કલમસર સહિત ચાર ગામના ખેડૂતો અને ગ્રામજનોના આરોગ્યને ગંભીર ખતરો ઊભો થયો છે. સમગ્ર મામલે આજે VTV દ્વારા રિયાલિટી ચેક કરતા રોહન ડાઈઝ નામની કેમિકલ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે
ચેકડેમ છલકાયો તો દૂષિત પાણી છોડી દીધું
કલમસર નજીક આવેલ પાંચ ગામ વચ્ચે નો ચોરખાડી ચેક ડેમ છે ,વર્ષ 2002 માં સરકાર દ્વારા વરસાદી પાણી દરિયામાં ન વહી જાય અને આ પાણીનો સદુપયોગ થાય તેવા શુભ આશય સાથે આ ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ પાંચ ગામના ખેડૂતો આ ચેકડેમ થકી સિંચાઈનું પાણી ઉપયોગમાં લઇ રહ્યા છે હાલ ચોમાસાની સીઝન છે અને જિલ્લામાં સારા એવા પ્રમાણમાં વરસાદ થયો છે ત્યારે આ ચેકડેમ ઓવરફ્લો થયો છે એવામાં ચોમાસુ પાણીના વહેણ સાથે કલમસર ખાતે આવેલ રોહન ડાઈઝ નામની કેમિકલ કંપની દ્વારા ઝેરી કેમિકલ યુક્ત પાણી વરસાદી પાણી સાથે છોડી દેવામાં આવતા આખરે કેમિકલ કંપનીના પાપે અહીંના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ ચોરખડી ચેક ડેમ ના પાણી કેમિકલયુક્ત થતા દૂષિત થયા છે જેને લઈ પર્યાવરણ અને જળચર પ્રાણી તેમજ લોકો ના આરોગ્ય ઉપર ગંભીર પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે મહત્વની વાત એ છે કે આજ ચેકડેમના સરોવર માંથી સિંચાઈ સહિત પશુધન માટે સિંચાઈ વિભાગની યોજના થકી ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે
ADVERTISEMENT
GPCBના સ્થાનિક અધિકારી રજાનું બહાનું કાઢી છટકી ગયા
ડેમના પાણીનો જળ સિંચાઈ નિગમના પ્લાન્ટમાં પણ ઉપયોગ થાય છે. રોહન ડાઈઝ કંપની વારંવાર કેમિકલ યુક્ત પાણી ડેમમાં છોડી મૂકે છે અથવા તો ફિલ્ટર કર્યા વગર જ જમીનમાં ઉતારી દે છે. વારંવાર રજૂઆતો છતાં ક્લોઝર નોટિસ આપી GPCB જવાબદારીમાં છટકી કંપનીને છુટોદોર આપી રહી છે. ત્યારે ખેડૂતો, માછીમારો અને ગ્રામજનોની રજૂઆતોને GPCB સતત અવગણી રહ્યું છે. GPCBના સ્થાનિક અધિકારીનો પણ VTV એ સંપર્ક કર્યો હતો. પણ રજાનું બહાનું આગળ ધરીને GPCBના સ્થાનિક અધિકારી છટકી ગયા હતા. વારંવાર GPCB દ્વારા કૂણું વલણ રાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ છે તેમજ GPCBના કામ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
સતત રજૂઆતો છતા GPCBના અધીકારીઓ કરી રહ્યા છે આંખ આડા કાન
કલમસર સ્થિત રોહન ડાઈઝ કેમિકલ કંપની ની જો વાત કરીએ તો આ કંપની વર્ષોથી અહીં કાર્યરત છે અને અગાઉ કંપની દ્વારા આવી જ રીતે દૂષિત પાણી અવારનવાર છોડવામાં આવતા ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી હતી જોકે જે તે સમયે કંપનીને ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ આપી સંતોષ માનવામાં આવ્યો હતો જોકે કંપની દ્વારા રિવર્સ બોર બનાવી કેમિકલ યુક્ત પાણી ને ફિલ્ટર કર્યા સિવાય ભૂગર્ભમાં ઉતારતા કલમસર ગામના ભૂગર્ભ જળ પણ દૂષિત થયા છે હાલ ચોમાસાની આડમાં કેમિકલ કંપની દ્વારા ઝેરી પાણી છોડી દેવતા ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવા છતાં હજુ સુધી રોહન ડાઈઝ કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી.
VTV ગુજરાતીના સળગતા સવાલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.