મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહેન્દ્રા સોશ્યલ મિડીયા પર ખુબ એક્ટિવ રહે છે. ખાસ કરીને તેમની ટ્વિટર પર ફેન ફોલોઇંગ છે. ક્યારેક ક્યારેક આનંદ ટ્વિટર પર એવું કંઇક લખી દે છે જેના પર યુઝર્સ પ્રતિક્રિયા આપ્યા વગર રહી શકતા નથી. ગઇ કાલે રવિવારે જ તેમણે સિગ્નલ ઍપ ઇન્સ્ટોલ કરી લીધી છે.
આનંદ મહિન્દ્રાએ કરી સિગ્નલ ઍપ ઇન્સ્ટૉલ
ટ્વિટર પર લોકોએ કર્યા ટ્રોલ
સોશ્યલ મિડીયા છોડવાની આપી સલાહ
આનંદ મહિન્દ્રાની આ ટ્વિટ પર કેટલાક યુઝર્સ મજા લેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પ્રાઇવસીનો ડર છે તો સોશ્યલ મિડીયા ભૂલી જાઓ.
થોડા સમય પહેલા વૉટ્સઍપે પોતાના ગ્રાહકો માટે નવા નિયમ લાગૂ કર્યા અને તે નિયમ અનુસાર યુઝર્સનો ડેટા ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર જશે. તેમના ડેટાનો ઉપયોગ દુનિયાની દરેક વૅબસાઇટ કરશે. વૉટ્સઍપના આ નવા નિયમ બાદ લોકો અન્ય ઍપ ઇન્સ્ટોલ કરવા લાગ્યા છે. આનંદ મહિન્દ્રાએ પણ સિગ્નલ નામની એક ઍપ ઇન્સ્ટોલ કરી લીઝી છે. આ વાતની જાણકારી તેમણે ટ્વિટર દ્વારા આપી છે.
Have installed Signal messaging. Maybe soon there will be a #signalwonderbox
આનંદની આ ટ્વિટ પર લોકોએ રિપ્લાય આપવાનું શરૂ કર્યુ અને કહ્યું કે, પ્રાઇવસીનો ડર હોય તો સોશ્યલ મિડીયા યુઝ કરવાનું છોડી દો. અન્ય લોકોએ લખ્યું કે તમે આ ઍપ ઇન્સ્ટોલ કરીને સારુ કામ કર્યું છે. બીજા એક યુઝરે લખ્યું કે જો તમે આ ઍપ ઇન્સ્ટોલ કરી છે મતલ આ સેફ છે અને મારે આ ઍપ ઇન્સ્ટોલ કરી લેવી જોઇએ.
Sir you guys have all the resources available to you to come up an alternative. There is a big vacuum been created in the tech world. Why don't you guys try to fill it?
શું છે આ ઍપ
સિગ્નલ પણ વૉટ્સઍપની જેમ જ એક મેસેજીંગ ઍપ છે. સિગ્નલ ઍપ એન્ડ્રોઇડ, વિંડોઢ અને આઇઓએસ ત્રણેયમાં ઉપલબ્ધ છે. આ ઍપની ટેગલાઇન છે. સે હેલ્લો ટુ પ્રાઇવસી. એટલે કે આ એપમાં પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવશે.
આ ઍપમાં યુઝર્સનું કોન્ટેન્ટ, લોકેશન અને અન્ય ડેટા અન્ય એપ સાથે જોડવાની કોઇ જ જરૂર નથી. સિગ્નલ ઍપનો દાવો છે કે કંપની ચેટિંગનો એપ પણ હિસ્સો પોતાના સર્વર પર સ્ટોર નહી કરે. તે સિવાય કોઇ અન્ય સર્વ પર પણ સ્ટોર નહી કરે, આ ઍપ વૉટ્સઍપના ફાઉન્ડર બ્રાયન એક્ટને બનાવી છે.