બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદ ફરી નશાખોરીઓની ઝપેટમાં! ઝડપાયો લાખોનો વિદેશી દારૂ, સાથે 1.46 કિલો ગાંજો કરાયો જપ્ત
Last Updated: 08:00 AM, 25 March 2025
રાજ્યમાં ગુનેગારોને ડામવા માટે ગૃહ વિભાગ દ્વારા કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. છતાં પણ કેટલાક અસામાજિક તત્વોને જાણે કે, કાયદાનો ડર જ ન હોય તે રીતે કાયદા વિરૂદ્ધની પ્રવૃતિ કરે છે. આણંદમાં વિદેશી દારૂ સાથે પાંચ શખ્સની પોલીસે અટકાયત કરી છે. જ્યારે બીજી તરફ આણંદના વડોદ ગામેથી ગાંજો પકડાયો છે
ADVERTISEMENT
વિદેશી દારૂ સાથે પાંચ શખ્સની અટકાયત
ADVERTISEMENT
આણંદમાં વિદેશી દારૂ સાથે પાંચ શખ્સની અટકાયત કરવામાં આવી છે. શહેરના રાવડાપુરા પાસેથી પિકઅપમાંથી 2.30 લાખ રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો છે. લાકડાના બોક્સની આડમાં વિદેશી દારૂ લઇ જવાતો હતો. ત્યારે પોલીસે 2.30 લાખના દારૂ સાથે 8.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના સતબીર જાટ, રાજકુમાર જાટ, નસીબ સિવારની ધરપકડ છે તેમજ રાજસ્થાનના સંદીપ શર્મા, નરેન્દ્ર શર્માની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: ગરમીથી મળશે આંશિક રાહત! ગુજરાતમાં ભરઉનાળે માવઠાનો ખતરો, જાણો આગામી દિવસોમાં કેવુ રહેશે હવામાન?
વડોદ ગામેથી 1.46 કિલો ગાંજો ઝડપાયો
આણંદના વડોદ ગામેથી SOG પોલીસે ગાંજા સાથે એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે આરોપી પાસેથી 1.46 કિલો ગાંજો પકડ્યો છે. સલીમશા ઉર્ફે અર્જુન અકબરશા દિવાન ગાંજાનું વેચાણ કરતો હતો. જેના પગલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.