બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anand Dharmaj village Daivashya Patel started Krishna Mall for poor and middle class families

સેવાયજ્ઞ / ગરીબોની દિવાળી સુધરે તે માટે 10 રૂપિયામાં કપડાં...: વિદેશનો મોહ છોડી આણંદના યુવકે 4 વર્ષની મહેનતે શરૂ કર્યો કૃષ્ણ મોલ

Dinesh

Last Updated: 07:56 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand news: આણંદના ધર્મજ ગામના યુવાને વિદેશનો મોહ છોડીને વતનમાં સેવાનો માર્ગ અપનાવ્યો છે, ધર્મજ ગામે દૈવશ્ય પટેલે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે કૃષ્ણ મોલની શરૂઆત કરી છે.

  • આણંદના ધર્મજ ગામના યુવકનો અનોખો સેવાયજ્ઞ
  • મધ્યમ વર્ગના પરિવારો માટે મોલ શરૂ કર્યા
  • ગરીબ લોકોને 10 રૂપિયામાં આપી રહ્યાં છે કપડા


વિશ્વના અલગ અલગ દેશોમાં જઇને વસવાટ કરતા લોકોમાં વિશ્વમાં ભારત બીજા નંબરે છે. ત્યારે આણંદના ધર્મજ ગામના એક યુવાને વિદેશનો મોહ છોડીને વતનમાં સેવાનો માર્ગ અપનાવ્યો છે. ધર્મજ ગામે દૈવશ્ય પટેલે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે કૃષ્ણ મોલની શરૂઆત કરી છે. આ મોલમાં માત્ર 10 રૂપિયાથી લઇ 125 રૂપિયામાં ગરીબ લોકો કપડાં ખરીદી શકે છે. દિવાળીના દિવસોમાં શ્રમિક અને જરૂરતમંદ પરિવારોની દિવાળી સુધારવા માટે દૈવશ્ય પટેલે આ અનોખા મોલની શરૂઆત કરી છે. 

10 રૂપિયાથી લઈ 125 રૂપિયામાં કપડા
આ મોલમાં આવનાર દરેક વ્યક્તિ દિવાળી પર નવા કપડાં ખરીદી શકે તે વિચારથી આ મોલ શરૂ કરવામાં આવ્યો છે. દૈવશ્ય પટેલે કાના ફાઉન્ડેશનની સ્થાપના કરી દાતાઓ પાસે કાપડ લઈ નવા વસ્ત્રો તૈયાર કરી 4 મહિનાની મહેનત બાદ ગ્રામીણ વિસ્તારમાં કૃષ્ણ સેવા મોલ શરૂ કર્યો છે. જરૂરતમંદ પરિવારનું સન્માન ન ઘવાય એ માટે મોલમાં 10 રૂપિયાથી લઈ 125 રૂપિયા કપડાનો ભાવ લેવાનું નક્કી કર્યું. જેથી વસ્ત્ર લેનારને પૈસા ખરીદી વસ્ત્રો લીધા હોવાનો અહેસાસ થાય અને તેનું આત્મસન્માન જળવાઈ રહે છે. છેલ્લા ચાર મહિનાથી દિવાળીના તહેવારોને ધ્યાને રાખી આ યુવકે એક ટિમ સાથે કાના ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. ઘરે ઘરે અને શહેરોમાંથી કપડાં ઉઘરાવી સાથે દાતાઓ પાસેથી કાપડ લઈ નવા વસ્ત્રો તૈયાર કર્યા હતા. 

જરૂરિયાત મંદ લોકો કરી રહ્યાં છે ખરીદી
ચાર મહિનાની મહેનતના અંતે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કૃષ્ણ સેવા મોલ શરૂ કર્યો છે. જ્યાં માત્ર 10 રૂપિયા થી લઈ 125 રૂપિયામાં સારા વસ્ત્રો વેચવામાં આવી રહ્યા છે. આમ તો આ યુવકનો પ્રયાસ મફત વસ્ત્રો આપવાનો જ હતો પરંતુ મફત વસ્ત્રો લેતા સમયે લેનાર પરિવારનું સન્માન ન ઘવાય તે માટે તેણે માત્ર 10 રૂપિયાથી લઈ 125 રૂપિયા લેવાનું નક્કી કર્યું છે. જેથી વસ્ત્ર લેનારને પણ મફતનું નહી પણ પૈસા ખરીદી વસ્ત્રો લીધા હોવાનો અહેસાસ થાય અને તેનું આત્મસન્માન જળવાઈ રહે. આ યુવાને ધર્મજ ગામમાં આજે પ્રથમ મોલની શરૂઆત કરી છે અને આવનાર દિવસોમાં એક બાદ એક ગ્રામીણ વિસ્તારમાં આવા મોલ શરૂ કરશે જ્યાં વસ્ત્રો સાથે અન્ય ચીજ વસ્તુઓ પણ નજીવા દરે જરૂરિયાત મંદ લોકો ખરીદી કરી શકશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Anand News Dharmaj Village Krishna Mall ગરીબ લોકો માટે મોલ યુવકોનો સેવાયજ્ઞ Anand News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ