બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / હજારો પોલીસકર્મી, ઠેર-ઠેર CCTV, રસ્તાઓ ડાયવર્ટ તો ક્યાંક ફ્લેગ માર્ચ..., ગણેશ વિસર્જનને લઇ ગુજરાતભરમાં પોલીસ એલર્ટ

ગણેશ વિસર્જન 2024 / હજારો પોલીસકર્મી, ઠેર-ઠેર CCTV, રસ્તાઓ ડાયવર્ટ તો ક્યાંક ફ્લેગ માર્ચ..., ગણેશ વિસર્જનને લઇ ગુજરાતભરમાં પોલીસ એલર્ટ

Last Updated: 11:44 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં બારડોલી ખાતે ગણેશ વિસર્જનને લઈ તાલુકામાં પોલીસ એલર્ટ છે. જીલ્લા પોલીસ વડાનાં અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. તેમજ મસ્જિદ નજીકનાં વિસ્તારની જીલ્લા પોલીસ વડાએ મુલાકાત પણ લીધી હતી.

સુરતમાં ગણેશ વિસર્જનને લઈને દરેક તાલુકામાં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી. બારડોલી ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. શહેરના મુખ્ય માર્ગ પર મસ્જિદ નજીકના વિસ્તારની મુલાકાત જિલ્લા પોલીસવડાએ લીધી હતી. બારડોલીના ગણેશ વિસર્જન રુટ પર 42 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ આજે ડ્રોન કેમેરાથી બાજ નજર રાખશે.3 નાયબ પોલીસ અધિક્ષક, 7 PI, 7 PSI, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ તેમજ હોમગાર્ડ, જી.આર.ડી.ના પોલીસકર્મીઓનો બંદોબસ્ત રહેશે. બારડોલીના સ્ટેશન પરથી ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળશે.

વધુ વાંચોઃ આજે છે ગણેશ વિસર્જન, અમદાવાદીઓ ભૂલથી પણ આ રસ્તાઓ પરથી પસાર ન થતા, નહીંતર અટવાઇ જશો!

આણંદ જીલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

આણંદ જીલ્લામાં પણ ગણપતિ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લાનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણપતિ બાપ્પા મોરિયાનાં નાદથી ગુંજી ઉઠસે. પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 1 DSP,4 DySP, 33 PI, 62 PSI તથા 900 પોલીસ જવાન સહિત 1050 હોમગાર્ડ, 285 GRD જવાન અને 1 SRP કંપની તૈનાત રહેશે. શોભાયાત્રાને લઈને શહેરનાં કેટલાક માર્ગો ડાયવર્ટ કરાયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Visaran Bardoli Anand
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ