બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / an old man tied a muffler with a swing in the garden and Committed suicide
Last Updated: 11:48 AM, 23 December 2021
ADVERTISEMENT
રાજકોટમાં સોરઢિયાવાડી વિસ્તારમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે. ગળેફાંસો ખાધેલી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી આવતી હતી જેને લઈને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધએ બગીચામાં હીંચકા સાથે મફલર બાંધીને આત્મહત્યા કરતા પોલીસને પણ શંકા ઉપજી રહી છે તેને આત્મહત્યા છે કે હત્યા તે દિશામાં પોલીસ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
ગંળે ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ
સોરઠીયાવાડી વિસ્તારમાં બગીચામાં મફલર સાથે ગળે ફાંસો ખાધેલ હાલતમાં વદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો.સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા પરિવારજનોને જાણ કરાતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.જો કે આત્મહત્યા કરવા પાછળનું હજુ સુધી કોઈ ઠોસ કારણ મળ્યું નથી પરતું વૃદ્ધે આપઘાત કર્યો છે કે હત્યા બાદ આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT