An incident that happened to a girl who went to Surat to watch a Tiktok video
અરેરાટી /
સુરતમાં ટીકટોક વીડિયો જોવા ગયેલી બાળકી સાથે બની એવી ઘટના, સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ
Team VTV10:01 AM, 10 Aug 21
| Updated: 10:23 AM, 10 Aug 21
સુરત ચકચારી ઘટના સામે આવી, પડોશમાં રહેતા નરાધમે નાની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી
સુરતના સચિન વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ
દુષ્કર્મ આચરનાર બાળકીનો પડોશી નિકળ્યો
બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી
સુરતના સચિન વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે, પડોશમાં રહેતા નરાધમે નાની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મોબાઈલમાં વીડિયો જોવા માટે આવેલી બાળકીને નરાધમે બાળકની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
દુષ્કર્મ આચરનાર બાળકીનો પડોશી નિકળ્યો
જે બાદ માતા પિતાને જાણ થતા પગ તડેથી જમીન ધસી ગઈ હતી જેને લઈ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી જે બાદ પોલીસ આરોપીની ધરપકડ કરી તેને જેલને હવાલે કરી દીધે છે.
વીડિયો જોવા આવેલી બાળકી સાથે દુષ્કર્મ
મહત્વનું છે કે પાડોશી યુવકના ઘરે મોબાઈલમા ટીકટોક વીડિયો જોવા માટે આવી હતી જે દરમિયાન ભાઈ બહેનને મોબાઈલમાં વ્યસ્ત રાખીને બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું જે બાદ બાળકીએ ઘરે જઈને દુખાવાની ફરિયાદ કરતા સમગ્ર ભાંડો ફુટ્યો હતો. હાલ તો દુષ્કર્મ કરનાર આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.