બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટનો એક અસંભવ રેકોર્ડ, એક બોલમાં બન્યા હતા 286 રન, વાંચો રોચક સ્ટોરી

અનોખો રેકોર્ડ / ક્રિકેટનો એક અસંભવ રેકોર્ડ, એક બોલમાં બન્યા હતા 286 રન, વાંચો રોચક સ્ટોરી

Last Updated: 07:13 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટની આજની રમતમાં 6 બોલમાં 6 સિક્સર અથવા 4 બોલમાં 4 વિકેટ સાંભળીને દરેકને મોટો આંચકો લાગે છે. પરંતુ એક સમય હતો જ્યારે એવો રેકોર્ડ બન્યો હતો જેને સાંભળીને આજે પણ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે

સામાન્ય સંજોગોમાં 1 બોલમાં વધુમાં વધુ 6 રન મળી શકે.. નો બોલ, વ્હાઇટ બોલના સંજોગોમાં છ રન કરતા વધુ રન પણ મળી શકે છે.. પરંતુ જો તમને કોઇ એમ કહે કે કોઇ ટીમે 1 બોલમાં 286 રન મેળવ્યા .. તો શું તમે આ વાત પર વિશ્વાસ કરશો.. આ વાત તમને ભલે ખોટી લાગતી હોય પરંતુ 130 વર્ષ પહેલા બનેલા આ રેકોર્ડે ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી.

વર્ષ 1894ની ઘટના

વર્ષ 1894 હતું જ્યારે ક્રિકેટના મેદાન પર એક વિચિત્ર ઘટના બની હતી. બેટ્સમેનોએ એક પણ ફોર કે સિક્સર વગર માત્ર 1 બોલમાં જે સ્કોર બનાવ્યો હતો તે જોઇને કોઇ પણ વ્યકિત એમજ કહે કે 'અસંભવ'. ઈએસપીએન ક્રિકઈન્ફો અનુસાર, જાન્યુઆરી 1894માં લંડનથી પ્રકાશિત થતા અખબાર 'પાલ-માલ ગેઝેટ'માં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. જેમાં આ ચમત્કારિક રેકોર્ડ જણાવવામાં આવ્યો હતો. આવો જાણીએ આ રેકોર્ડનું સમગ્ર સત્ય શું છે અને તે કેવી રીતે શક્ય બન્યું.

એક બેટ્સમેને બોલને એવી રીતે ફટકાર્યો કે તે ઝાડ પર ફસાઈ ગયો

1894ની તે મેચમાં જે પણ ઘટના બની તે કેમેરામાં કેદ થઈ ન હતી. પરંતુ અખબારમાં છપાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એક બોલ પર 286 રન બનાવ્યા હતા આ ઘટના 15 જાન્યુઆરી 1894ના રોજ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા અને 'સ્ક્રેચ-XI' નામની બે ટીમો વચ્ચે રમાઈ રહી હતી. . બોનબરી મેદાન આ મેચનું સાક્ષી બન્યું, વિક્ટોરિયાના બેટ્સમેન ક્રિઝ પર હતા. એક બેટ્સમેને બોલને એવી રીતે ફટકાર્યો કે તે ઝાડ પર ફસાઈ ગયો.

બેટ્સમેન 6 કિલોમીટર દોડ્યા

બોલ ઝાડ પર અટવાતા જ બેટ્સમેન દોડવા લાગ્યા અને રન બનાવવા લાગ્યા. અટવાયેલા બોલને હટાવવો લગભગ અસંભવ હતો, જેના કારણે બોલિંગ ટીમે અમ્પાયરોને પણ અપીલ કરી કે તેઓ બોલ ખોવાઈ ગયો જાહેર કરે, જેથી બેટ્સમેનોને રન બનાવવાથી રોકી શકાય. પરંતુ અમ્પાયરોએ તેને ફગાવી દીધો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્ડિંગ ટીમે ઝાડ કાપવાનો નિર્ણય પણ લીધો હતો પરંતુ કુહાડી મળી ન હતી. જો કે, ઘણા કલાકો પછી, રાઇફલ વડે લક્ષ્ય રાખ્યા બાદ બોલ શરૂ થયો ત્યાં સુધીમાં બેટ્સમેનોએ 286 રન બનાવી લીધા હતા. બેટ્સમેનો પીચ પર 6 કિલોમીટર સુધી દોડ્યા હતા. આજે ઘણા લોકો આ ઘટના પર વિશ્વાસ કરતા નથી, પરંતુ અહેવાલોમાં આ ઘટનાને સાચી ગણાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ શુક્રનો થશે કન્યામાં પ્રવેશ, કોઇને થશે વેપારમાં નુકસાન તો કોઇને..., આ રાશિવાળા રહે એલર્ટ!

PROMOTIONAL 12

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Record Impossible Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ